________________
હાલના સંપ્રદાયે પ્ર. ૧૧
૧૯ મૂર્તિનું કાર્ય આ પ્રમાણે આપણે મૂર્તિની માન્યતા ધર્મ વિરુદ્ધ નથી, પ્રાચીન કાળમાં મૂર્તિઓ હતી અને સત્રોમાં પણ ઠેકઠેકાણે મૂર્તિના ઉલ્લેખે છે તે આપણે વિસ્તારથી જોઈ ગયા. અને એ રીતે મૂર્તિની માન્યતા વ્યવહાર ધર્મમાં સહાયરૂપ છે એ પણ જોઈ ગયા.
વ્રત. અનુષ્ઠાન, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધાર્મિક ક્રિયાઓ મનને કાબુમાં લાવવાને માટે તાલીમરૂપ છે. મનને સંસારમાં ભટકતું અટકાવીને ધર્મમાં વાળવા માટે ધાર્મિક ક્રિયાઓ તાલીમરૂપ છે.
તેવી જ રીતે મૂર્તિ પણ મનને ધર્મભાવમાં લાવવા માટેનું એક ઉત્તમ સાધન છે. મૂર્તિથી ધર્મભાવના જાગૃત થઈ શકે છે તેમજ હમેશ ભાવપૂર્વક મૂર્તિના દર્શન કરવાથી ધર્મભાવના ટકી રહે છે અને ધર્મશ્રદ્ધા દઢ બને છે.
એટલે બીજી ધાર્મિક ક્રિયાઓની પેઠે મૂર્તિના દર્શન પણ મનને કાબુમાં રાખવાના એક ઉત્તમ સાધનરૂપ બને છે.
જેમ બીજી ધાર્મિક ક્રિયાઓ સીધે મેક્ષ પ્રાપ્ત કરાવી શકતી નથી તેમ મૂર્તિ પણ સીધે મોક્ષ અપાવી શક્તિ નથી. મોક્ષ પ્રાપ્ત કરવા તે મનને કાબુમાં લેવાના બધા સાધનોનો ઉપયોગ કરી પહેલાં મનને કાબુમાં લેવાની જરૂર છે. તે પછી મનને ધર્મ ધ્યાનમાં લીન કરવાનું એ પ્રમાણે મનની એકાગ્રતા સાધ્યા પછી મનને આત્મસ્વરૂ૫ના ચિંતનમાં લીન કરવાનું છે એમ થાય ત્યારે જ મેક્ષ થઈ શકે છે.
- મૂર્તિ–વંદનને ફાયદો - ભક્તિભાવપૂર્વક ભગવાનની મૂર્તિને વંદન નમસ્કાર કરવાથી શે ફાયદા થાય છે તે મૂર્તિ કે આ પ્રમાણે બતાવે છે–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org