________________
૧૦૪
મૂળ જૈન ધર્મ અને પ્રાચીન કાળમાં મૂર્તિ હતી
તે સાબિત કરતા ઉદાહરણ ૧, સ્તભંનતીર્થ–ગૌડ દેશના આષાઢનામના શ્રાવકે એકવીશમાં તીર્થકર શ્રી નેમિનાથ ભગવાનના શાસન કાળમાં આત્મકલ્યાણ અર્થે ત્રણ પ્રતિમા બનાવીને તેની પ્રતિષ્ઠા કરાવી હતી. તેમાંથી એક પ્રતિમા ચારૂપ નગરમાં, બીજી શ્રીપતન નગરમાં અને ત્રીજી સ્તંભન (ખંભાત) નગરમાં સ્થાપિત કરવામાં આવી હતી. તે કાળક્રમે ચારૂપ તથા શ્રીપતનની મૂર્તિઓને પત્તો નથી. પણ સ્તંભન તીર્થમાં ત્રીજી પ્રતિમા અત્યારે પણ મોજુદ છે. તે પ્રતિમાના પાછલા ભાગમાં નીચે પ્રમાણે શિલાલેખ છે–
नमेस्ती कृतस्तीय वर्षे द्विक चतुष्टये। अषाड श्रावको गौडौऽकारयत् प्रतिमा त्रयम ॥
આ શિલાલેખ ઉપરથી સમજાય છે કે એકવીશમાં નમિનાથ ભગવાનના પછી અથવા તો બાવીશમા નેમિનાથ ભગવાન પછી ૨૨૨૨ વર્ષ પછી એટલે કે ભગવાન પાર્શ્વનાથના પણ વખત પહેલાં ગૌ દેશના આષાડ શ્રાવકે આ પ્રતિમા તથા બીજી બે પ્રતિમા એમ ત્રણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
૨. હરપ્પા–સિંધ અને પંજાબની સરહદ પર કામ કરતાં હરપ્પા નામનું નગર દટાયેલું તે મળી આવ્યું છે. તેમાંથી મળી આવેલી મૂતિઓ તે નગરના જેટલી જ પ્રાચીન ગણાય એટલું જ નહિ પણ તેથી વિશેષ પ્રાચીન પણ હોઈ શકે એમ પુરાતત્વવિદોએ કહેલ છે અને નગર ઈસ. પૂર્વે પાંચથી દશ હજાર વર્ષ પહેલાંનું છે. એટલે . સ. પહેલાં દશ હજાર વર્ષ પહેલાં મૂર્તિ હતી એમ કહી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org