________________
પ્રકરણ આઠમું અવલંબન માટે મૂર્તિની જરૂરીઆત
મૂતિએ વ્યવહાર ધર્મમાં જ આવે છે. વ્યવહાર ધર્મ અ૯પજ્ઞ માટે અથવા બાળજીવો માટે છે. પરંતુ નિશ્ચય ધર્મમાં પહોંચવા માટે વ્યવહાર ધર્મ અનિવાર્ય રીતે જરૂર છે. વ્યવહાર ધર્મ પાળતાં કે અનુસરતાં જીવને કંઈકપણ અવલંબનની જરૂર પડે છે જ.
આ વાત તપસ્વી મહાત્મા સ્થાનકવાસી મુનિશ્રી માણેકચંદ્રજી સ્વામીએ તેમના કાળજ્ઞાન તત્વ ચિંતામણું નામના પુસ્તકમાં સારી રીતે સમજાવેલ છે. તેથી તેમનું તે લખાણ અત્રે ઉધ્ધત કરે છે. આ
જડ પદાર્થના ત્રણ ગુણ દરેક જડ પદાર્થમાં ત્રણ ગુણ રહ્યા છે-(૧) અવલંબન ગુણું, (૨) ઓળખાણ ગુણ અને (૩) મંગળ ગુણ.
અવલંબન ગુણજેને જેટલો વૈભવ છે તેને તેટલો જડ પદાર્થને અવલંબન ગુણ જાણુ. ઉદાહરણ તરીકે – રસ્તે ચાલતાં લાકડીનું અવલંબન, દાદરે ચડતાં પગથી અને દેરડાનું અવલંબન, હાલતાં ચાલતાં રસ્તાનું અવલંબન, પૂલ ઉપર ચાલતાં કઠેડાનું અવલંબન, ભૂખ તરસમાં અનાજ અને પાણીનું અવલંબન, રોગમાં ઔષધનું અવલંબન વગેરે જડ પદાર્થોના હજારે અવલંબન લેવાં પડે છે. જડ પદાર્થોનું અવલંબન તે જીવતરનું જીવન છે.
ઓળખાણુ ગુણુ–માતા પિતા, દીકરા, દીકરી, હેતુ મિત્રો વિગેરેના તથા પશુ પક્ષી વગેરેના જે જે ફેટા છે તે તેમની ઓળખાણના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org