________________
હેશ્યા: એક પ્રેરણા છ જગ૨ણની ૧૯ બે પદ્ધતિ છે: એક છે મૂચ્છની, બીજી છે જાગૃતિની – જાગરણની. આપણે જે જાગૃતિના ઉપાયો કરીએ છીએ તો ત્યાં હસવાની, રડવાની જરૂર નથી રહેતી. હજારો-લાખો સાધકોએ સત્યની સાધના કરી, સત્યનો સાક્ષાત્કાર કર્યો, આ બધું તેઓએ જાગૃતિની પ્રક્રિયાથી કર્યું. એવો ક્યાંય ઉલ્લેખ નથી મળતો કે તેઓ કયાંય બહુ હસ્યા હોય કે રડ્યા હોય. હસવું-રડવું એ મૂચ્છની પ્રક્રિયા છે. મૂચ્છની પ્રક્રિયામાં ભોગ દ્વારા રેચન કરાવાય છે. હસવું એ ભોગ છે, રડવું એ પણ ભોગ છે. જે ભીતર છે તેનો ભોગ છે. ભોગ દ્વારા રેચન કરાવવાની પદ્ધતિ મૂર્છાની પદ્ધતિ છે. ભોગ કરાવ્યા વિના, મંદવીર્ય બનાવીને એ વૃત્તિઓની નિર્જરા કરી દેવી, રેચન કરી દેવું એ જાગૃતિની પ્રક્રિયા.
પ્રશ્ન : ભાવ અને ભાવનામાં શું અંતર છે?
જવાબ: ભાવ એક નિર્મિત તંત્ર છે. ભાવ પ્રકટ થાય છે ત્યારે ભાવના બની જાય છે. ભાવની અભિવ્યક્તિ એટલે ભાવના..
પ્રશ્ન : કેટલીક વનસ્પતિઓના જીવોની મૂચ્છ ચરમ સીમા સુધી પહોંચેલી હોય છે. એ જીવો વારંવાર એ વનસ્પતિમાં જન્મ લે છે અને મારે છે. શું તેમના ઉદ્ધારનો કોઈ માર્ગ છે?
જવાબ : પ્રગાઢ મૂચ્છ રહે છે ત્યાં સુધી ઉદ્ધારનો કોઈ માર્ગ નથી. આ સત્યાનદ્ધિ મૂચ્છ તૂટે છે ત્યારે માર્ગ નીકળે છે. તેના તૂટવાનાં બે કારણ છે. કાલલબ્ધિ અને સાધના. એક છે સ્વાભાવિક, બીજું છે પ્રયત્નજન્ય. આ પ્રગાઢ નિદ્રા તૂટવામાં કાળ – સમય જ કારણ બને છે. કાલલબ્ધિથી એવો પરિપાક થાય છે કે ભીતર ને ભીતર જ મૂર્છા તૂટવા લાગે છે. મૂચ્છ તૂટે છે ત્યારે એ જીવોની ઉત્ક્રાંતિ થાય છે ત્યારે તેઓ બીજી યોનિઓમાં જન્મ લેવાનો વિકાસ કરી લે છે.
પ્રશ્ન: ઘટનાની સાથે કલ્પનાને નહિ મેળવી તેનું તાત્પર્ય શું છે? એનાથી શું લાભ થાય છે?
ઉત્તર: ઘટનાની સાથે કલ્પનાને નહિ જોડવાનું તાત્પર્ય આ છે કે સુખ-દુ:ખનું સંવેદન ન કરવું. પણ સચ્ચાઈની સચ્ચાઈ તો જાણવી જ પડશે. એ માણસ ઘટનાને ઘટના જાણશે. તેના માટે ઉપાય પણ કરશે. પરંતુ સુખદુ:ખનો અનુભવ નહિ કરે. પાડોશીના ઘરમાં ચોરી થઈ ગઈ. આ એક ઘટના છે, એની સાથે મન એટલું નથી જોડાતું તો દુ:ખનું સંવેદન નથી થતું. મન થોડુંક જોડાય છે તો દુ:ખ થાય છે. પોતાના ઘરમાં ચોરી થાય છે ત્યારે એ ચોરીની ઘટના સાથે મન તીવ્રતાથી જોડાય છે. અને સંવેદન પણ તીવ્ર થાય છે. બીજે પણ ક્યાંય ચોરી થાય છે તો મન જોડાતું જ નથી આથી સંવેદન કશું જ થતું નથી. ક્યારેક ક્યારેક દૂરની ઘટના સાથે આપણને સહાનુભૂતિ થાય છે. સહાનુભૂતિ એટલે સાપેક્ષતા. આ સહાનુભૂતિનો આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org