________________
હિંદુ ધર્મના વિવિધ સંપ્રદાયઃ (સંક્ષિપ્ત પરિચય) ક્રોધે ભરાઈ સતીએ પ્રાણ ત્યાગ કર્યો. આ સાંભળતાં શિવે મરવરૂપ ધારણ કરી દક્ષના યજ્ઞને નાશ કર્યો અને સતીના શબનૈ લઈને ભૂમંડળમાં ફરવા લાગ્યા. સમગ્ર ભૂમડળને ક્ષોભ થયે. વિષ્ણુએ પિતાના ચક્રને છેડી શિવને ખબર ન પડે " તેમ સતીના દેહના ટુકડા કરી શિવના શરીર ઉપર ભાર હલકે કર્યો.” સતીના દેહના ટુકડા જે જે સ્થળે પડ્યા છે તે સ્થાન શાક્તનાં પીઠે થયાં અને ત્યાં ત્યાં શિવ પિતાના અંશમાં રહ્યા. ભારતમાં આવાં બાવન મહાપીઠે હેવાનું મનાય છે. આ સર્વેમાં ગુજરાતમાં અંબિકા, કાલિકા, શ્રીશૈલમાં ભ્રમરાબા, ગોકર્ણ પાસેનાં મુકામ્બા, આસામનાં કામાક્ષી, કાલીઘાટનાં કાલિકા, વિંદ્યાચલનાં વિંધ્યવાસિની ચંડી વગેરે ઘણું જ નેધપાત્ર છે.
આ ઉપરાંત ગુજરાતમાં બાલાત્રિપુરા-બહુચરાજીમાં, હરસિદ્ધિમાતા--સૌરાષ્ટ્રમાં, ભદ્રકાલી, શીતળામાતા, અનસૂયામાતા વગેરેની પૂજા પ્રચલિત છે. આ સર્વમાં આરાસુરમાં અંબાજીનું, પાવાગઢમાં કાલિકાનું અને શંખલપુરમાં બહુચરાજીનું મંદિર ખૂબ જાણીતાં છે. સર્વે મંદિરમાં પચાવી પૂજનથી દેવીપૂજા થાય છે.
વર્તમાન સમયમાં દેવીપૂજા સૌમ્ય સ્વરૂપે ભારતમાં પ્રચલિત છે. ગુજરાતમાં નવરાત્રી તથા બંગાળમાં “દુર્ગાપૂજાના તહેવારે ઘણું જ લોકપ્રિય છે. સૂર્ય પૂજા
વેદમાં સૂર્યોપાસના નજરે પડે છે. ગાયત્રી મંત્ર એ સૂર્ય મંત્ર છે. દક્ષિણ ભારતમાંથી સૂર્યપૂજાના પ્રાચીન અવશેષ અદ્યાપી પર્યત મળે છે. રામાયણ, મહાભારત, પુરાણું વગેરેમાં સૂર્યોપાસનાને ઉલ્લેખ છે. રામ સૂર્યવંશી મનાય છે. મહાભારતમાં કર્ણની ઉત્પત્તિ સૂર્ય દ્વારા થયાની વાત જાણીતી છે. ભવિષ્ય પુરાણમાં સૂર્યપૂજાના સંદર્ભમાં શ્રી કૃષ્ણના પુત્ર “શાબનું આખ્યાન છે. જંબુવતીને પુત્ર શાખે દુર્વાસાના શ્રાપમાંથી મુક્તિ મેળવવા શકીપમાંથી બ્રાહ્મણને બોલાવી મૂલસ્થાન પાસે સૂર્યમંદિર બંધાવી શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી તેવી અનુશ્રુતિ છે. સૂર્ય સતિ ઘડીના રથમાં બેસી આવે છે ને સમગ્ર માનવજાતને સંદેશો આપે છે એમ મનાય છે.
વેદમાં પ્રચલિત સૂર્યનાં પાંચ નામઃ મિત્ર, સૂર્ય, સવિતા, પૂજન અને વિષ્ણુ સૂર્યની કલ્યાણકારી પ્રવૃત્તિઓનાં ઘાતક છે. સૂર્ય એ પ્રકાશનું સૂચક છે. સવિતા એ એનું વિશિષ્ટ નામ છે. સવિતા એટલે પ્રેરણું આપનાર. પૂષન અને વિષ્ણુ પશુ અને માનવજાતનું રક્ષણ કરનાર મનાય છે. સૂર્યમાં બ્રહ્યા, વિષ્ણુ અને શિવ એ ત્રણેની શક્તિ એકત્ર થયેલી માનવામાં આવે છે. તે ત્રિનેત્રી, સહસ્ત્રનેત્રી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org