________________
યહૂદી ધર્મ
૨૧૫ આવેલું છે. એક બીજું નવું કબ્રસ્તાન દૂધેશ્વર રોડ ઉપર આવેલું છે. વડેદરા શહેરમાં બહારના કેન્ટોનમેન્ટ વિસ્તારમાં બેને ઈઝરાયલ કેમનું એક કબ્રસ્તાન આવેલું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા ગામમાં આ કોમનું એક કબ્રસ્તાન આવેલું છે.
ગુજરાતમાં વસતા યહૂદી કુટુંબનું વડું મથક અમદાવાદ હતું. ઈ. સ. ૧૮૪૮માં અહીં માત્ર ચાળીસ કુટુંબ વસતાં હતાં. તેમાંના એક હૈ. અબ્રાહામ બેન્જામીન એરણકર સિવિલ હોસ્પિટલમાં સર્જન તરીકે સેવા આપતા હતા. તેમણે પિતાના મકાનમાં પ્રાર્થના ખંડ શરૂ કરેલ. અહીં સે બાથ અને તરાહના દિવસે પ્રાર્થના થતી. અમદાવાદ શહેરની અંદર ખમાસા ચોકી પાસે ઈ. સ. ૧૯૩૮માં એક સિનેગૉગ બાંધવામાં આવ્યું હતું. આ પ્રાર્થનાલયનું નામ માગેન અબ્રાહમ રાખેલ હતું. ગુજરાતમાં યહૂદીઓની સંખ્યા ઈ. સ. ૧૯૪૮માં લગભગ ૮૦૦ સુધી પહોંચી હતી, પણ હવે ઘણું યહૂદીઓ નવદિત ઈઝરાયલ દેશમાં જઈ વસ્યા હોવાથી તેમની અહીંની સંખ્યા ઘટીને લગભગ હાલમાં ૨૫૦ જેટલી થઈ છે.
આમ આ પ્રજા ભારતમાં વેપાર અર્થે આવી અને ધીરે ધીરે મહારાષ્ટ્ર તથા ગુજરાતના પ્રદેશમાં વિસ્તરી. બ્રિટિશકાળ દરમ્યાન ઘણા લશ્કરમાં જોડાયેલા તો ઘણું રેલવે કે અન્ય સરકારી નોકરીમાં જોડાયેલા. પયગંબર મેઝીઝ.
યહૂદી પ્રજા પયગંબર મોઝીઝને યહૂદી ધર્મના આદ્ય વ્યવસ્થાપક તરીકે માને છે. તેઓ ક્યારે થયા તેના વિશે કઈ ચોક્કસ માહિતી મળતી નથી. તેમના પિતાનું નામ અમરામ અને માતાનું નામ બદ હતું. તેમના જીવન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર તેઓ હિબ્રુ ટાળીના એક ધર્મગુરને ત્યાં જન્મ્યા હતા. ઈજિપ્તના રાજાના ત્રાસના લીધે તેઓ ઈજિપ્ત છેડી સિનાઈ પર્વત ઉપર ચાલ્યા ગયા હતા. અહીં તેમને યહેવાનાં દર્શન થયાં હતાં. કહેવાય છે કે યહોવાએ પોતાના હાથે જ નીતિ અને ધર્મની દસ આજ્ઞાઓ લખી આપી જગતમાં તેને પ્રચાર કરવાની મોઝીઝને આજ્ઞા આપી હતી. પયગંબર મોઝીઝે યહોવાના નામે પિતાને ઉપદેશ શરૂ કર્યો. યહોવા એ યહૂદી ધર્મને મુખ્ય દેવ મનાય છે. પયગંબર મોઝીઝે યદી પ્રજાને સંસ્કારી બનાવવામાં મહત્વને ભાગ ભજવ્યો હતે. દસ આજ્ઞાઓ
પયગંબર મેઝીઝને યહેવાએ આપેલ દસ આજ્ઞાઓ નીચે પ્રમાણે હતી. આ આજ્ઞાઓમાં માનવજીવનની નીતિનાં ધોરણે સૂચવાયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org