SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવને માતાને મેલ્યા એકલા રે, જાય દિન નવિ રાત; (૨). રત્નસિંહાસન બેસવા, ચાલે અડવાણે પાય. (૨) મેરે ૨ વહાલાનું નામ નવિ વિસરે રે, ઝરે આંસુડાની ધાર; (૨) આંખડલી છાયા વળી, ગયા વરસ હજાર (૨) મેરે ૩ કેવળરત્ન આપી કરી રે, પૂરી માતાની આશ; (૨) સમવસરણ લીલા જોઈને, સાધ્યા આતમ કાજ (૨) મેરે. ૪ ભક્તિવત્સલ ભગવંતને રે, નામે નિર્મળ કાય; (૨) આદિ જિર્ણોદ આરાધતા, મહિમા શિવસુખ થાય. (૨) મેરે૫ ૪. શ્રી સિદ્ધાચલજીનું પ્રભાતીયું. જાગ તું જાગતું આતમા માહરા, ભગવંત ભેટીએ સુખકારી; શેત્રુજામંડન મરુદેવાનંદન, આદિ જિન દિયે ચિત્તધારી. જાગ ૧ પાંચસે ધનુષ્યની રત્નમય જાણયે, ભરતરાયે પ્રતિમા ભરાવી, દુષમા કાળ વિચારી પશ્ચિમ દિશિ, મહાગિરિ કંદરામાં વસાવી. જાગ ૨ પાંચસે ધનુષ્યની શોભના મૂરતિ, જે ભાવે પુણ્યથી દર્શ પાવે; બહુ ભવસંચિત પાપના ઓઘને, ટાળી ત્રીજે ભવે સિદ્ધિ જાવે. જાગ ૩ ઈન્દ્રિય વશ કરી નિર્મલ મન ધરી, વિધિ સહિતનાભિનંદન પૂછ જે; ભાવના ભાવીએ ચિત્તમાં લાવીયે, હે મનુજ ભવ સફલ કીજે. જાગ૦ ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy