________________
૨૨ :
આવશ્યક મુક્તાવલી : દ્વિતીય ખંડ સૌ દેવી બાલક થઈ, કાષભને તેડે; વહાલા લાગો છે કહી, હૈડાસુ ભીડે. ૨ જિનપતિ યૌવન પામીયા, ભાવે શું ભગવાન; ઈદ્દે ઘા માંડવે, વિવાહને મંડાણ. ૩ ચોરી બાંધી ચિહુ દીસે, સુર ગોરી ગીત ગાવે; સુનંદા સુમંગળા, પ્રભુજીને પરણાવે. ૪ સર્વ સંગ છોડી કરી, કેવળજ્ઞાનને પામે; અષ્ટ કર્મને ક્ષય કરી, પહોંચ્યા શિવપુર ધામે. ૫ ભરતે બિંબ ભરાવીયા એ, શત્રુંજય ગિરિરાય; શ્રી વિજયપ્રભસૂરિ તણા, ઉદયરત્ન ગુણ ગાય. ૬.
૨૪ શ્રી અજિતનાથનું ચૈત્યવંદન. આવ્યા વિજય વિમાનથી, નયરી અધ્યા ઠામ, માનવગણ રિખ રહિણ, મુનિજનના વિશરામ. ૧ અજિતનાથ વૃષ રાશિએ, જમ્યા જગદાધાર; યોનિ ભુજંગમ ભયહરુ, મીન વર્ષ તે બાર. ૨ સતપણું તરુ હેઠલે એ, જ્ઞાન મહત્સવ સાર; એક સહસશું શિવ વર્યા, વીર ધરે બહુ પ્યાર. ૩
૨૫ શ્રી સંભવનાથનું ચૈત્યવંદન, સંભવનાથ સદા જ, મનવંછિત પૂરે; હય લંછન હેમ વર્ણ દેહ, ટાળે દુઃખ હરે. ૧ રાય જિતારી કુળ તિલક, સાવથી રાય; સેના માતા જનમીયે, જગમાં સુજસ ગવાય. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org