SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ૧૦ મો. સભ્યત્વમૂલ બાર વતાનું સ્વરૂપ હરકોઈ વ્રત–પચ્ચખાણ, તપ, જપ, સર્વવિરતિ અગર તે દેશવિરતિ આદિ તમામ ધર્મક્રિયાની વાસ્તવિક સફળતાને સઘળો આધાર સમ્યકત્વ ઉપર જ રહે છે. સમ્યક્ત્વ એટલે સાચી શ્રદ્ધા. તેને બેધિબીજ પણ કહેવામાં આવે છે. અર્થાત શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મ આ તત્ત્વત્રયીના ઉપર જેમને અડગ વિશ્વાસ હોય છે તેઓ સમ્યગુષ્ટ આત્મા કહેવાય છે. ૧. ૧ દાનાંતરાય, ૨ લાભાંતરાય, ૩ વીતરાય, ૪ ભોગાન્તરાય, ૫ ઉપભોગાન્તરાય, ૬ હાસ્ય, ૭ રતિ, ૮ અરતિક:૯ ભય, ૧૦ જુગુપ્સા, ૧૧ શાક, ૧૨ કામ, ૧૩ મિથ્યાત્વ, ૧૪ અજ્ઞાન,: ૧૫ નિદ્રા, ૧૬ અવિરતિ, ૧૭ રાગ, ૧૮ ઠેષ આ અઢાર દોષથી રહિત જે કઈ હોય તેને જ સુદેવ કહેવામાં આવે છે. તે સિવાય અન્યને દેવ તરીકે નહિ માનવા. ૨. પાંચ મહાવ્રતો અને છઠું રાત્રિભોજન એમ છે વ્રતનું પાલન કરનારા, અને વીતરાગકથિત ધર્મની જ પ્રરૂપણ કરનારા સુગુરૂ કહેવાય છે, તે સિવાય અન્યને ગુરુ તરીકે નહિ માનવા. ૩. શ્રી વીતરાગ ભગવાને કહેલે અહિંસા, સંયમ અને તપ જેમાં પ્રધાન છે એને જ સુધર્મ કહેવાય છે, તેવા જ ધર્મને ધર્મ તરીકે સ્વીકાર. ૧ સમ્યફત્વનું વિશાળ સ્વરૂપ તથા બાર વ્રતની વિશેષ સમજ ગુરુમહારાજ પાસેથી જાણું લેવા પ્રયત્ન કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005213
Book TitleAvashyak Muktavali
Original Sutra AuthorN/A
AuthorMahimavijay
PublisherKantilal Raichandbhai Mehta Sanand
Publication Year1903
Total Pages678
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy