________________
આવશ્યક મુક્તાવલી : ચતુર્થ ખંડ ૨૪. શાશ્વતજિનની સ્તુતિ. ત્રષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષણ દુઃખ વારેજી, વર્ધમાન જિનવર વલી પ્રણમે, શાશ્વતનામ એ ચારેજી; ભરતાદિક ક્ષેત્રે મળી હોવે, ચાર નામ ચિત્ત ધારેજી, તેણે ચારે એ શાશ્વત જિનવર, નમીએ નિત્ય સવારેજી. ૧ ઊદેવ અધે તીરછી લેકે થઈ, કેડિ પન્નરશે જાણાજી, ઉપર કેડિ બેંતાલીશ પ્રણમે, અડવન લખ મન આણેજી; છત્રીશ સહસ અસીતે ઉપરે, બિંબત પરિમાણે, અસંખ્યાત વ્યંતર તિષિમાં, પ્રણમું તે સુવિહાણાજી. ૨ રાયપણી જીવાભિગમે, ભગવતીસૂત્રે ભાખીજી, જબૂદ્વીપ પન્નતિ ઠાણુગે, વિવરીને ઘણું દાખી; વલીય અશાશ્વતી જ્ઞાતાકલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખીજી, તે જિનપ્રતિમા લેપે પાપી, જહાં બહુ સૂત્ર છે સાખીજી. ૩ એ જિનપૂજાથી આરાધક, ઈશાન ઈદ્ર કહાયાજી, તેમ યુરિયાભ પ્રમુખ બહુ સુરવર, દેવતણા સમુદાયાજી; નંદીશ્વર અઠ્ઠાઈ મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયાજી, જિન ઉત્તમ કલ્યાણક દિવસે, પદ્મવિજય નમે પાયા. ૪
૨૫. રોહિણીની [વાસુપૂજ્યની] સ્તુતિ. વાસુપૂજ્ય જિનેશ્વર નંદા, જયા માતા આનંદકંદા,
સર્વ જીવા સુખકંદા; વાસુપૂજ્ય જિનેશ્વર વંદે, ભવ ભવ સંચિત પાપ નિક,
આતમ ગુણ આપ્યું. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org