SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. રિખવદેવ વિવાહલુ જૈન સાહિત્યમાં તીર્થકર ભગવંતો અને સાધુ માહત્માઓના જીવનને સ્પર્શતા વિવાહના કાવ્યો રચાયાં છે. તેમાં ઋષભ વિવાહલામાં જૈન ધર્મ પ્રથમ તીર્થકર આદીશ્વરના જીવનને કેન્દ્રમાં રાખીને ચારિત્રાત્મક નિરૂપણ થયું છે. વિવાહલો કાવ્ય પ્રકારનાં લક્ષણો અનુસાર કૃતિ રચાઈ છે. અંચલગચ્છનાં ગુણનિધાનસૂરિના શિષ્ય સેવક સં. ૧૬૩૩માં રચના કરી સં.૧૬૫૬માં લિપિ કરી છે. સંવત ૧૬૩૩ ભાદ્રપદ શુક્લા-૧૫, શુક્રવારનાં “રયવોડીનગર'માં ધર્મમૂર્તિસૂરિનાં વિજય રાજયમાં ભાનુલબ્ધિની શિષ્યા સાધ્વી કરમાઈનાં અભ્યાસ માટે સેવકકૃત ‘ઋષભદેવ વિવાહલુ'ની પ્રતિ ખીમરાજે લખી. મુનિ લાખાની ગુરૂપટ્ટાવલીનાં અનુસાર ધર્મમૂર્તિસૂરિનાં શિષ્ય પરિવારમાં પ મહત્તરા, ૧૧ પ્રવર્તિની અને પ૭ સાધ્વીજી હતાં. આચાર્યકાલ સં. ૧૬૦૨ થી ૧૬૭૧ સુધી. આ કૃતિ ચારિત્રાત્મક સાહિત્યના દૃષ્ટાંતરૂપ છે. ઋષભ વિવાહલો કર્તા અચલગચ્છશે ગુણનિધાનસુરિ શિષ્ય. શ્રીગુરુભ્યો નમઃ ઢાલ વિવાહલુ || ૧ || શાસનદેવીય પાય પ્રણએવીય મઝ મનિએહ ઉમાહલુએ માતસરસતિ તણાં સહીયસુપસાઉલઈ ગાઈસિઉરિષભ વિવાહલોએI તેર ભવંતર મૂલ ચારિત્રવર ભાવિએ ભવિયણ સાંભલોએ ધણકણ કંચન રાજરાણી પસિદ્ધિ પરભવિ ઈહ ભવિ જિમ મિલોએ ૧il ૨૦૨ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005212
Book TitleApragat Prachin Gurjar Sahitya Sanchay
Original Sutra AuthorN/A
AuthorViragrasashreeji, Kavin Shah
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2012
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy