________________
૭૮
આ છે અણગાર અમારા ગહન તિમિરસે પૂર્ણ દેશમેં, અદ્ભૂત એક પ્રકાશ હુઆ /
ધર્મપ્રાણ લોંકાશાહને, દયાધર્મનો ફેલાયા ! અંધશ્રદ્ધાળુ ભક્તજનોંકા, સત્યધર્મ તબ સિખલાયા
ભારત કે કોને કોને મેં, ઉસને ડંકા બજવાયા! ગહન નીંદમેં પડે હુએ કો, ફિરસે ઉસને જગવાયા // સરળ આપકે ઉપદેશોને, બિજલી જૈસા કામ કીયા. ચુંબક બન ઉસ ધર્મવીરને, ભક્તહૃદયકો ખીચ લીયા | આગમ ઉદ્ધારક લોંકાશાહને માર્ટીન લ્યુથર કા કામ કીયા !
હિંસક પૂજા બંધ કરા કે, અહિંસક ઝંડા ફરકાયા ! જે કામ યુરોપમાં માર્ટીન લ્યુથરે કર્યું તે કામ હિંદમાં લોકશાહે કર્યું. લોંકાશાહના સમયમાં દરેક ધર્મમાં મહાપુરુષો થયા હતા.
સાધુસંસ્થાના કલ્યાણ માટે લોકશાહે આગમસંમત કેટલાક નિયમો ઘડ્યા હતા તે નીચે મુજબ છે. (૧) આગમસંમત ટીકાઓ જ પ્રામાણિક માનવી. (૨) આગમ અનુસાર દઢતાપૂર્વક સંયમી જીવન વ્યતીત કરવું. (૩) ધર્મ દૃષ્ટિએ પ્રતિમાપૂજન શાસ્ત્રસંમત નથી. (૪) શુદ્ધ, સાત્ત્વિક, શાકાહારી પ્રત્યેક કુળનો આહાર લઈ શકાય. (૫) સ્થાપનાચાર્યની સ્થાપનાની કોઈ આવશ્યકતા નથી. (૬) ઉપવાસાદિ વ્રતમાં દરેક પ્રાસુક પાણી લઈ શકાય. (૭) પર્વ-તિથિ વિના પણ ઉપવાસ કરી શકાય છે. (૮) સાધુઓથી મંત્ર-તંત્ર તથા મંત્રાદિ વિદ્યાઓનો પ્રયોગ કરી ન શકાય. (૯) શ્રાવક ભિક્ષા લઈ શકે પણ દાન ન લે. (૧૦) અનુકંપાથી ગરીબોને દાન દેવું એ પાપ નથી પણ પુણ્ય છે. (૧૧) દંડ રાખવો નહિ. (ઉપરોક્ત નિયમ “હમારા ઈતિહાસ” લે.-અમરમુનિ માંથી લીધા છે)
સંવત ૧૫૩ર પછી એ ધર્મક્રાન્તિકાર અને જૈન ધર્મના માર્ટીન લ્યુથરનું જરાજીર્ણ શરીર વીશીર્ણ થવા લાગ્યું અને એક ગોઝારા સમયે તેઓ કાળધર્મ પામ્યા.
મતાંતર લોકાશાહના જન્મવર્ષમાં બીજો મત એવો છે કે તેમનો જન્મ સંવત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org