________________
૭૪
શ્રી લોકાશાહ લોકશાહે દશવૈકાલિક સૂત્રનું પહેલું જ પાનું હાથમાં લીધું. પ્રથમ ગાથા જ ફરી ફરીને વાંચી.
धम्मो मंगलमुक्र्छि, अहिंसा संजमो तवो।
देवा वि तं नमसंति, जस्स धम्मे सयामणो ॥ ભાવાર્થ:- અહિંસા, સંયમ અને તપમય ધર્મ ઉત્કૃષ્ટ મંગલ છે, એવા ધર્મમાં જેનું મન સદા રમે છે તેને દેવો પણ નમસ્કાર કરે છે.
આ ગાથા પર તેમણે ખૂબ ખૂબ મનન કર્યું. જેમ જેમ તેઓ ઊંડા ઊતરતા ગયા તેમ તેમ તેમને આ ઉદાર વ્યાખ્યાનમાં વિશ્વનાં નાનાં-મોટાં સૌ પ્રાણીઓનાં કલ્યાણ અને વિકાસ સમજાયાં. ભગવાન મહાવીરનાં વચનામૃતો જેમ જેમ દષ્ટિગોચર થતા ગયા તેમ તેમ મનોમંથન વધતું ગયું.
જેમ જેમ સૂત્રો તેમના હાથમાં આવતાં ગયાં તેમ તેમ તેમણે તે સૂત્રોની બે બે નકલો કરવા માંડી. એક પોતા પાસે રાખે અને બીજી યતિને આપે.
જોઈતી સામગ્રી મળી ગયા પછી લોકશાહે પડકાર કર્યો કે મૂર્તિપૂજા શાસ્ત્રસંમત નથી. અહિંસામાં ધર્મ છે. ધર્મના નામે સૂમ હિંસા પણ જૈન શાસ્ત્રમાં ક્ષમ્ય નથી. તેમનું અતઃકરણ ઉચ્ચારતું હતું કે ધર્મ એ વિકાસના પંથે લઈ જનારી સીડી છે. ધર્મમાં જો અવનતિ આવે તો તે ધર્મ હોઈ જ ન શકે. ધર્મમાં વિકૃતિ ચાલી જ ન શકે. એમના માર્ગમાં ત્રણ વિરાધક બળો ઝઝૂમી રહ્યાં હતાં. (૧) શ્રમણ વર્ગની આચાર શિથિલતા (૨) ચૈત્યવાદનો વિકાર (૩) અધિકારવાદની શૃંખલા
આ વિરાધક બળોએ કૈક જયોતિર્ધરોને નિરુત્સાહી બનાવ્યા હતા. કેંકને પોતાની જાળમાં ફસાવ્યા હતા અને કેંકના ભોગ લીધા હતા.
વિ. સં. ૧૫૩૦ની સાલ લોકાશાહના મહામન્થનની હતી. અંતરચક્ષુ ઊઘડી ગયાં હતાં. ધર્મના નામે વિકૃતિ પેસી ગયેલી તેને દૂર કરવા માટે અર્થાત્ તીર્થકર દેવ પ્રરૂપિત શુદ્ધ ધર્મનો પુનરુદ્ધાર કરવા માટે અંતરાત્માએ પોકાર કર્યો, જૈન ધર્મના ક્રાન્તિકાર ! ઊઠ, ઊઠ, નિરાશ થવાનું કાંઈ કારણ નથી. તેમણે દઢ સંકલ્પ કર્યો, આજથી ઉત્તરાર્ધ જીવનવ્યવહારને ગૌણ કરી ધર્મને પંથે આગળ વધારીશ. રાજકર્મચારીના બદલે તેઓ ધર્માચારી બન્યા.
ભગવાન મહાવીરનાં જ સૂત્રોમાંથી સત્ય શોધી લોકોમાં નવચેતના જાગૃત કરી. ઉપાશ્રયો શ્રાવકો વિનાના સૂના પડવા લાગ્યા. પોતાના ભક્ત શ્રાવકોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org