SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ' પ્રથમવૃત્તિ પ્રસંગે STOP ! LOOK !! AND REAK !! चांद तो होता गगनका ही, चांदनी सबके लिए। बांसुरी चाहे पराई हो, रागिनी सबके लिए ॥ बांध सकते फुल तुम, लेकिन सुगंध बंध सकती नहि। दीप चाहे हो किसीका भी, रोशनी सबके लिए ॥ ચંદ્રમા ભલે આકાશનો કહેવાય પરંતુ તેનો પ્રકાશ બધાને માટે હોય છે. વાંસળી ભલે એકની માલિકીની હોય પણ તેનો સૂર બધા માટે હોય છે; ફૂલ ભલે ઉદ્યાનમાં હોય છતાં તેની સુરભિ બધાને માટે હોય છે; દીપક ગમે તેનો હોય પણ રોશની સર્વને માટે હોય છે. તદનુસાર મહાપુરુષો-મહાસંતો ભલે અમુક સંપ્રદાયના કહેવાય પરંતુ તેમનું પ્રેરણાદાયી જીવન બધાને માટે લાભપ્રદ છે. લોંગફેલો નામના વિદેશી વિદ્વાને નીચેના અંગ્રેજી કાવ્યમાં સરસ કહ્યું છે Lives of great men all remind us, We can make our lives Sublime; And departing leave behind us, Footprints on the Sands of time; Foot prints that perhaps another, Sailing over Life Solemn aim; A for-lorn and Ship-Wrecked brother, Seeing Shall take heart again. આનો સારાંશ એ છે, મહાપુરુષોના જીવન આપણને એ યાદ અપાવે છે કે આપણે આપણા જીવનને ઉન્નત બનાવીએ. સમયની રેતી ઉપર તેમનાં પગલાં રહી જાય છે; તે પગલાંને આધારે કોઈ ભૂલો પડેલો માનવી જીવનના ધ્યેય સુધી પહોંચી શકે છે. સંવત ૨૦૪૩ના મહા-ફાગણના ભચાઉ (કચ્છ) રોષકાળ દરમ્યાન અસીમ ગુરકપાથી અંતઃસ્કુરણા થઈ કે લીંબડી સંપ્રદાયની પરંપરામાં ભગવાન શ્રી મહાવીરસ્વામીના પંચમ ગણધર અને પંચમકાળના પ્રથમ પટ્ટધર શ્રી સુધર્મા સ્વામીથી માંડીને અત્યાર સુધીમાં થઈ ગયેલા અગ્રગણ્ય મહાન સંતોના જીવન અને કવનનું એક પુસ્તક તૈયાર કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy