________________
પટ્ટાવલિ પડે છે તેમ બતાવ્યું છે તેથી ત્યાં પણ પ્રમાણભૂત માનવામાં આવ્યું છે. એમાં જિનકલ્પી સાધુ પણ મહુપત્તિ બાંધે તો વિકલ્પીને તો અવશ્ય બાંધવી જ પડે તેમાં કોઈ શંકા રહેતી નથી. તેમાં જીવોની ઉત્પત્તિ માનવી તે સ્વચ્છંદ મતિ કલ્પના 1वा.
तुब्भेणं भंते सासणे कया हायमाणे भविस्सति, कया उदए भविस्सति, कया काले सासणे ठिओ भविस्सति ? गोयमा ! एगवीसं वाससहस्सेहिं मम सासणे ठिओ भविस्सति, दो वाससहस्सेहिं मम सासणे हायमाणे भविस्सति ।
હે ભંતે! આપનું શાસન ક્યારે હાયમાન થશે? ક્યારે ઉદિત થશે? કેટલા કાળ સુધી આપનું શાસન ચાલશે ? “હે ગૌતમ ! મારું શાસન એકવીસ હજાર વર્ષ સુધી ચાલશે. (પ્રારંભના) બે હજાર વર્ષ સુધી મારું શાસન હાયમાન થશે.”
से केणढेणं भंते ! एवं वुच्चई ? गोयमा ! मम जम्मनक्खत्ते भासरासी नामे महग्गहे संकंते तस्स पहावेहिं दो वाससहस्सेहिं साहुणं वा सहुणीणं वा जाव णो उदए पूया भविस्सति । गोयमा बहवे मुणी सच्छंदचारी भविस्संति, सयमेव संजमिया भविस्संति, बहवे मुणी मम सलिंगं मुहे मुहपत्तिबंधणं वज्जइत्ता दव्वलिंगधारी समइएणं भविस्संति जोणं से दव्वसलिंगधारी भविस्संति ।
હે ભગવન્! આપ શા માટે એમ ફરમાવો છો? હે ગૌતમ ! મારા જન્મ નક્ષત્ર ઉપર ભસ્મરાશિ નામનો મહાગ્રહ સંક્રમણ કરે છે તેથી તેના પ્રભાવ વડે બે હજાર વર્ષ સુધી સાધુઓ અને સાધ્વીજીઓ યાવત્ ઉદય પૂજા પામશે નહિ. હે ગૌતમ ! ઘણા મુનિઓ સ્વેચ્છાચારી થશે. પોતાની મેળે સંયમી થશે. ઘણા મુનિઓ સ્વલિંગી મુખે મુહપત્તિ બાંધશે નહિ અર્થાત્ તે કાળે દ્રવ્ય લિંગધારી થશે, નિશ્ચય તે દ્રવ્યસ્વ લિંગધારી થશે.
से केणतुणं भंते ! गोयमा ! ते बहवे मुणि णामधारी, सेवं वत्थं रयहरणमादियं उवहिं णं सलिंगं मनिस्संति से तेणढेणं । गो. णोणं ते दव्वसलिंगधारी वि भविस्संति, गो. केई मुणिणो मुहपत्तिबंधणं कालपमाणे करिस्संति, ते सव्वे मणी अविहिमग्गेणं उवएसं करिस्संति, बहवे मुणिणो जिणपडिमं कराविस्संति, बहवे मुणिणो जिणमुत्तिणं पइठं कराविस्संति, बहवे मुणी जिणपडिमाणं ठावया भविस्संति जाव सव्वेवि अविहिपंथे पडिस्संति, ते सव्वे पुव्ववुत्ताई कज्जाइं सछन्देणं करिस्संति । गो. जया भासगहे णिवट्टिए समाणे तया पणो मम सासणेणं उदए पया भविस्संति, साहणं वि उदय पया भविस्संति, साहणीणं वि सावयाणं वि सावियाणं वि गोयमा । उदये पुया भविस्सन्ति ॥५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org