SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ પટ્ટાવલિ કે મારે પરણવું તો વજ સ્વામીને જ! આથી સાધ્વીજીઓએ તેણીને કહ્યું કે, “અરે મુર્ખ ! વજસ્વામી તો પાંચ મહાવ્રતધારી મુનિરાજ છે. તેમણે તો કંચન અને કામિનીનો સર્વથા ત્યાગ કર્યો છે.” આ સાંભળી રુક્િમણીએ જવાબ આપ્યો કે, “જો એમ છે તો હું પણ દીક્ષા લઈશ.” એવામાં વજસ્વામી ગ્રામાનુગ્રામ વિહાર કરતા તે જ નગરમાં પધાર્યા. તે વાતની ખબર પડવાથી રુકિમણીના પિતા ક્રોડ સોનામહોરો લઈ પોતાની પુત્રીની સાથે વજસ્વામી પાસે આવી આગ્રહપૂર્વક કહ્યું કે, “આ મારી પુત્રી હઠ લઈને બેઠી છે, તેને પરણીને અમારા ઉપર અનુગ્રહ કરો અને આ ક્રોડ સોનામહોરો ગ્રહણ કરો.” આ સાંભળી વજસ્વામીએ મિતપૂર્વક કહ્યું, “આ સંસારના વિષયો ઝેર સમાન માનીને મેં તેને તજ્યા છે, પણ જુઓ, તમારી પુત્રીને મારા પર સ્નેહ હોય તો તે મારી જેમ દીક્ષા ગ્રહણ કરે.” આ સાંભળી રુકિમણીએ વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને સાચા પ્રેમના દર્શન કરાવ્યા. છેલ્લે વજસ્વામીને શ્લેષ્મનો વિકાર થવાથી ઔષધ માટે સૂંઠ લાવેલા, તે વાપરવાની તેઓ ભૂલી ગયા. સધ્યાકાળે પ્રતિક્રમણ બાદ યાદ આવ્યું. આથી તેને પાઠવી પ્રાયશ્ચિત લીધું. તેમને વિચાર થયો મારું સંયમી જીવન દોષિત બન્યું માટે હવે જીવવું વ્યર્થ છે. એમ પશ્ચાતાપ કરી પોતાના શિષ્ય વજસેનસ્વામીને પોતાની પાટે બેસાડી કહ્યું કે, “આજથી બાર વર્ષનો દુષ્કાળ પડશે અને જ્યારે તમને લક્ષ મૂલ્યના અનાજમાંથી ભિક્ષા મળે ત્યારે સમજવું કે તેને બીજે જ દિવસે સુકાળ થશે.” આટલું કહી અનશન શરૂ કર્યું. વજસ્વામીનો જન્મ વીર સં. ૪૬૮માં થયો હતો. આઠ વર્ષે ગૃહવાસમાં રહી દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી તરત જ આચાર્યપદવી મળી હતી. તેમણે ૧૦૮ વર્ષ આચાર્ય પદવી ભોગવી. સર્વ આયુષ્ય ૧૧૬ વર્ષનું ભોગવી દક્ષિણ ભારતમાં આવેલા રથાવર્ત પર્વત પર જઈ અનશન કરી વીર સંવત ૧૮૪માં સ્વર્ગવાસ પામ્યા. તેમના સ્વર્ગવાસ પછી અર્ધનારાચ સંઘયણ અને દશમાં પૂર્વનું જ્ઞાન વિચ્છેદ ગયું હતું. તત્ત્વ કેવળીગમ્ય. 'પાટ-૧૫ શ્રી વજસેનસ્વામી (વીર સં. ૫૮૪) શ્રી વજસેનસ્વામીનું બીજું નામ આર્યમંગુ આચાર્ય હતું. તેમનું ગોત્ર ભારદ્વાજ હતું. તેમણે ૩૨ વર્ષની ઉંમરે દીક્ષા લીધી હતી. દીક્ષા લીધા પછી ૫૦ વર્ષ સુધી ગુરુસેવામાં રહીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ તેમને આચાર્ય પદવી આપવામાં આવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy