________________
૫૪
પટ્ટાવલિ ગુરુ મહારાજ પાસે ગયો અને ત્યાં વિદ્યાભ્યાસ કરવા લાગ્યો. છેવટે કુટુંબીજનોની રજા લઈ તેણે દીક્ષા અંગીકાર કરી.
નવ માસ વીત્યા બાદ સુનંદાએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. તેનું નામ વજ રાખવામાં આવ્યું. દિન પ્રતિદિન તે બાળક શુક્લ પક્ષના ચન્દ્રમાની જેમ વધતો હતો, પરંતુ તે ખૂબ રડ્યા કરતો. જ્યારે તે અતિશય રુદન કરતો ત્યારે માતા સુનંદા તેને કહેતી કે બેટા, તારા પિતાએ જો દીક્ષા ન લીધી હોય તો તારો જન્મ મહોત્સવ કરત તથા તારી બધી ઈચ્છાઓ પૂરી થાત. માટે હવે ધીરજ રાખી છાનો રહે ઈત્યાદિ શબ્દો વારંવાર સંભળાવ્યા કરતી. આ શબ્દોની બાળકના કોમળ માનસ પર ચમત્કારિક અસર થઈ. પૂર્વના સુસંસ્કારોના બળે “દીક્ષા' શબ્દનાં શ્રવણથી બાળકની જિજ્ઞાસાવૃત્તિ સતેજ થઈ અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પૂર્વ ભવમાં દીક્ષા લીધેલી તે યાદ આવ્યું. આથી તેણે પારણામાં નિશ્ચય કર્યો કે મારે દીક્ષા લેવી પણ મારી માતા મારા ઉપરના અતિ સ્નેહને કારણે મને છોડી શકશે નહિ તેથી જો હું નિરંતર રડ્યા જ કરીશ તો કંટાળીને મારી માતા મને છોડી દેશે એ ગણતરીએ રડવાનું શરૂ કર્યું.
એકદા સુનંદાના ભાઈ શ્રી આર્ય સમિતિ તથા તેના પતિ શ્રી ધનગિરિ આદિ મુનિરાજો વિચરતા વિચરતા અવન્તિકા નગરીમાં પધાર્યા. ગોચરીનો સમય થતાં ગુરુદેવ પાસે આજ્ઞા માગી ત્યારે ગુરુદેવે કહ્યું કે તમને સચિત્ત કે અચિત્ત જે કોઈ વસ્તુની પ્રાપ્તિ થાય તે લેતા આવજો. ધનગિરિ મુનિરાજ સુનંદાને ત્યાં વહોરવા આવ્યા. કંટાળી ગયેલી સુનંદા પુત્રને લઈ આવી અને કહ્યું કે, “આ તમારો પુત્ર આખો દિવસ રડી રડીને મને હેરાન કરી નાખે છે, હું તેનાથી કંટાળી ગઈ છું માટે તમે આને લઈ જાઓ.’
ધનગિરિએ કહ્યું “તું જો આ પુત્ર અમને આપીશ તો પાછળથી પશ્ચાત્તાપ થશે. અમે તો તેને લઈ જશું પરંતુ તે ફરી પાછો મળશે નહિ, હવે શો વિચાર છે?” કંટાળેલી સુનંદાએ પુત્રને લઈ જવાનો આગ્રહ કર્યો. પુત્રને જેવો ઝોળીમાં નાખ્યો કે તે તરત જ છાનો રહી ગયો. ધનગિરિ મુનિએ બાળક ગુરુને સોંપી દીધો. ગુરુદેવે તે બાળકને સાધ્વીજી મારફત એક શ્રાવિકાને સોંપ્યો. ત્યાર બાદ તે મુનિવરો અન્યત્ર વિહાર કરી ગયા.
તે શ્રાવિકા પ્રેમથી વજકુમારને ઉછેરવા લાગી. બીજી શ્રાવિકાઓ પણ ખૂબ પ્રેમથી તેને રમાડતી. થોડા જ દિવસમાં તેની કાંતિ ખૂબ ચમકવા લાગી. એક વાર સુનંદાએ શ્રાવિકાઓ પાસે પોતાના પુત્રને જોયો તેથી તેને પાછો સુપરત કરવાનું તે શ્રાવિકાઓને કહ્યું. શ્રાવિકાઓએ કહ્યું કે, “અમે નથી જાણતા કે આ પુત્ર તમારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org