________________
૪૬૮
પૂ. કુસુમબાઈ આર્યાજી બનાવે તેમ પૂ.નિરંજનાબાઈ મહાસતીજી નાના ઠાણાઓને ખૂબ જ સારી રીતે તૈયાર કરતા. તેઓના સંયમ બાગને જ્ઞાન-ધ્યાન આદિનું સિંચન કરી ખૂબ જ હરિયાળો બનાવતા.
ઓ સમતાના ધરનારા, તારા જીવન રહસ્યો ન્યારા
એક વખત પૂ. નિરંજનાબાઈ મ.ના આખા શરીરમાં સેપ્ટીક થયું. ડૉક્ટર સાહેબ હાથ-પગ વગેરે અંગોમાં છેક મારીને રસી કાઢે. આપણા જેવાના તો હાંજા ગગડી જાય. જોઈ પણ ન શકાય એવી વેદના થાય. આપણા જેવાના મોઢામાંથી ચીસ નીકળી જાય પરંતુ પૂ. મહાસતીજી એટલા જ સમતા ભાવમાં લીન રહે અને કહે, સમજણના ભવમાં સમતાપૂર્વક કર્મોના કરજ ચૂક્ત કરવા દો. સતત સમાધિ મરણ માટેનું વાચન કરતા તથા તેમને એક જ લગની કે મારું સમાધિ મરણ થાય. છેલ્લે બંને કીડની નિષ્ફળ થઈ ગઈ. આખા શરીરે ખૂબ જ સોજા આવે પરંતુ દરેક ઠાણાને કહે, “મને સ્વાધ્યાય સંભળાવો, એટલું જ નહિ પણ છેલ્લે છ મહિનાના છેદનું પ્રાયશ્ચિત લીધું અને સંથારો લીધો.” શ્વાસ તો ધમણની માફક ચાલે છતાં ય મુખ પર પરમ પ્રસન્નતા જોવા મળતી. અંતે સર્વ જીવને ખમાવતા ખમાવતા સમાધિમરણ પામ્યા.
ખરેખર પૂ. નરિજનાબાઈ મહાસતીજી એટલે સહિષ્ણુતાની મૂર્તિ. એમનામાં સરળતા, નમ્રતા, ગુરૂસમર્પણતા આદિ અનેક ગુણો હતા. આવા સમાધિસ્થ આત્માના જીવનમાંથી સૌએ પ્રેરણા મેળવવા જેવી છે.
'આજીવન અનશન વ્રતધારી ઉગ્રતપસ્વિની
'બા.બ્ર. શ્રી કુસુમબાઈ મહાસતીજી
બા.બ્ર. કુસુમબાઈ મહાસતીજીનો જન્મ કચ્છના અંજાર શહેરમાં વિ.સં. ૧૯૯૩ની સાલે, ફાગણ સુદિ-૭ના દિવસે પિતાશ્રી નાથાલાલ પાનાચંદભાઈ દોશી તથા માતુશ્રી ગુલાબબહેનની કુક્ષિએ થયો હતો. તેમની જ્ઞાતિ વિશા શ્રીમાળી હતી. અંજાર શહેર ઐતિહાસિક છે ત્યાં જેસલ-તોરલની સમાધિ છે. થોભણ દાદાનું સ્થાન છે. પૂ. આચાર્ય શ્રી દીપચંદ્રજી સ્વામી, પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામી, કવિવર્ય નાનચંદ્રજી સ્વામી જેવા અનેક સંતોની દીક્ષાભૂમિ છે. વિ.સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org