________________
૪૬૬
પૂ. સુલોચનાબાઈ મહાસતીજી વિ.સં. ૨૦૧૬ ના ફાગણ સુદ-૨ ના દિવસે વિરમગામ મુકામે પૂ. પંડિતરત્ન શ્રી પૂનમચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી. તેમનું નૂતન નામ પ્રભાબહેનમાંથી “બા.બ્ર. સુલોચનાબાઈ આર્યાજી” રાખવામાં આવ્યું. પૂ. રત્ન-સૂર્ય ગુરૂણી મૈયાના ચરણ-શરણમાં જીવન સમર્પિત કરી વિનય-વૈયાવચ્ચ આદિ ગુણો દ્વારા નાના-મોટા સહુના દિલમાં સ્થાન જમાવી દીધું.
શ્રી સુલોચનાબાઈ મહાસતીજીની પાત્રતા, ગંભીરતા, કુશળતા આદિ ગુણો જોઈને સંવાડાના સંચાલનની જવાબદારી ગુરૂણીશ્રીએ તેમને સોંપી. તેઓશ્રી જીવ્યા ત્યાં સુધી સંઘાડાનું સંચાલન ખૂબ જ સારી રીતે કર્યું. સેવાથઃ પરમદિન, યોનિનામણાઃ અર્થાત્ સેવાધર્મ અત્યંત ગહન છે,
તેને યોગીઓ પણ સમજી શકતા નથી કે આચરી શકતા નથી. દીક્ષા લીધી ત્યારથી એક ધારા ૩૧ વર્ષ પૂ. ગુરૂણી શ્રી આદિ વડીલોની સેવામાં પસાર કર્યા. તેમને એટલી શાતા ઉપજાવી કે એટલા વર્ષ તેઓશ્રી સ્વતંત્રપણે ક્યાંય વિચર્યા નહિ. પોતાની માતૃભૂમિ ઉજજૈન પણ પધાર્યા ન હતા. વડીલોની સેવામાં પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું.
વડીલ મહાસતીજીઓના કાળધર્મ પછી તેમના સંસારી કુટુંબીજનોના અતિ આગ્રહના કારણે સંવત ૨૦૪૭ ની સાલે ઉજ્જૈન પધાર્યા અને ત્યાં શેષકાળનો લાભ આપ્યો. પોતાની સુપુત્રી સાધ્વી બન્યા પછી પ્રથમવાર પોતાની જન્મભૂમિમાં પધારે છે. એના આનંદમાં અતિરેકમાં મહાસતીજી ઉર્જન પધારે એના પહેલાં g Hall Pasil 240falz 48 0141. “Man Proposes and God Disposes" અર્થાત્ માણસ કંઈક ધારે છે અને કુદરત જુદું જ કરે છે. ઘરના મોભીની
ઓચિંતી વિદાય થઈ. તેના શોકને દબાવી લલિતા માતા તથા ભાઈઓએ શેષકાળમાં ખૂબ જ સારો લાભ લીધો તથા ૩૧ મી દીક્ષા જયંતિ અત્યંત સાદી રીતે ઉજવી. જિંદગીનો મહામૂલો લાભ લીધો.
'શિષ્યાઓના જીવન ઘડવૈયા બન્યા
પૂ. મહાસતીજી શિષ્યાઓની ખૂબ જ સારી રીતે સારણા-વારણા કરતા. સંયમ જીવનની સર્વ પ્રકારની શિક્ષાઓ તેઓશ્રી પ્રેમથી બધાને આપતા જેનાથી સર્વ શિષ્યાઓ ખૂબ જ ઘડાઈને તૈયાર થઈ ગયા. સાચું જ કહ્યું છે કે “ગુરૂ કારીગર સારીખા, ટાંકે વચન પ્રહાર; પથ્થરની પ્રતિમા કરે, પૂજા લહે અપાર.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org