________________
આ છે અણગાર અમારા
૪૫૯ ને વળી બીજાનું ધ્યાન ચૂકાવીને ઉતરી જાય. આમ ને આમ વિહારયાત્રા પૂરી થાય. શ્રાવકોની ભક્તિ તથા મહાસતીજીની આત્મશક્તિના વિરલ દશ્યો સર્જાતા હતા. ધન્ય છે એ વિરલ આત્માની વીરતાને !
વિ. સંવત ૨૦૩૨ ની સાલે સુરેન્દ્રનગરથી મોરબી તરફનો વિહાર ગોઠવાયો હતો. તે વખતે ઠેલણગાડીનો વપરાશ થઈ શકતો ન હતો. જયારે મહાસતીજી માટે અનિવાર્ય હતો. તે વખતે અજરામર સંપ્રદાયના આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામી હતા તથા કાર્યવાહક પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામી હતા. શ્રી સંઘના આગેવાનો તેમની પાસે ઠેલણગાડીની છૂટ લેવા માટે આવ્યા. પૂ. ગુરૂદેવોએ પ્રાયશ્ચિતની જોગવાઈ સમજાવીને છૂટ આપી. સંઘના ભાઈઓ જ્યારે મહાસતીજીને વાત કરી ત્યારે તેમણે લેખિત મંજૂરી માગી. ફરીને કચ્છમાં ગયા ને લિખિત આજ્ઞા પ્રાપ્ત કરી. મહાસતીજી સંપ્રદાયના શિસ્ત તેમજ અનુશાસનને પૂરેપૂરા માનવાવાળા હતા.
અમે લોકો દીક્ષાર્થી અવસ્થામાં એમના દર્શન કર્યા ત્યારે પાટીમાં લખીને જણાવ્યું કે ગુરૂદેવોએ મારા ઉપર ખૂબ જ કૃપા કરી ઠેલણગાડીની છૂટ આપી. એમની આત્મીયતા તથા સસ્મિતવદન આજે પણ યાદ આવે છે.
ઠેલણગાડીનો નામ પૂરતો ઉપયોગ કર્યો પણ હવે શરીર વિહાર માટે નકામું થઈ ગયું. તેથી સંવત ૨૦૭૩ થી ૨૦૩૫ સુધી અઢી વર્ષ સુરેન્દ્રનગર કેરી બજાર, સર્વોદય તથા ભારતના ઉપાશ્રયમાં પસાર કર્યા. ફરી આંચકા આવવા લાગ્યા તથા બીજો પગ કે જે સારો હતો તે પણ ખેંચાઈ ગયો. બીજાના મૃત્યુના સમાચારથી તેઓ શ્રી દ્રવી ઉઠતા એટલી તેમની કોમળતા હતી. આત્મસિદ્ધિમાં શ્રીમદ્ રાજચંદ્ર સરસ કહ્યું છે
છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ;
નહિ ભોક્તા તું તેહનો, એજ ધર્મનો મર્મ.” હસુમતીબાઈ મ. ની સમતા - સહનશીલતા ચોથા આરાની યાદ અપાવે તેવી હતી. આઠ આઠ વર્ષથી અન્ન – પાણી બંધ હતા. માત્ર થોડું દૂધ લઈ શકાતું - તે પણ શરીરમાં ટકે તેની કશી જ ખાત્રી નહિ; એક પગ સૂઝીને થાંભલા જેવો થઈ ગયો છે – બીજો પગ પણ ફેરવી શકાતો નથી. બન્ને પગે હવાના સ્પર્શ જેટલો ય નાજુક સ્પર્શ જો થઈ જાય તો હજારો વીંછીના ડંખ જેવી પારાવાર વેદના ઉપડી આવતી. ઉંઘ હરામ થઈ ગયેલ. એક જ આસન ઉપર બેસી રહેવાનું, જાગવાનું, સુવાનું. શરીર લથડીને ગબડી ન પડે માટે દોરડાથી બાંધી રાખવું પડ્યું છે. જીભ કામ નથી કરતી. આ સ્થિતિમાં પાટીમાં લખીને વાતની આપ લે થઈ શકે તેટલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org