________________
આ છે અણગાર અમારા
૪૫૭ તાણ ઉપડી. બે કલાક સતત ભયંકર આંચકાઓ આવતા રહ્યા. માંડ માંડ એ આંચકા શાંત થયા. ત્યાં શરીરના જમણા ભાગ ઉપર પક્ષઘાતની અસર દેખાવા લાગી. ચાલવાનું અશક્ય જણાયું. તેમની આવી દશા જોઈને સહવર્તી મહાસતીજીઓ રડવા લાગ્યા. આ જોઈને હસુંબાઈ મ. કહ્યું, “શું કામ રડો છો? આ ક્ષણભંગુર શરીર માટે શોક કરવો વ્યર્થ છે. પૂર્વના કર્મો ઉદયમાં આવ્યા છે. તેને સમભાવથી ભોગવી લેવા દ્યો.” એમનું આવું શૈર્ય જોઈને બધા મહાસતીજીઓ આશ્ચર્ય પામી જતા. ઉપચારો કર્યા પછી માત્ર પગ ઉપર પક્ષઘાતની અસર રહી ગઈ.
વિ.સં. ૨૦૨૯ ની સાલે જામનગરની ઈરવિન હોસ્પીટલમાં ઉપચારો શરૂ થયા. કરોડરજ્જુમાંથી પાણી ખેંચવાની વાત ડોકટરોએ કરી. મહાસતીજીએ સંમતિ તો આપી પરંતુ એમાંથી પાણી ખેંચાવતા એક નસ ખેંચાઈ ગઈ. મૂળ દર્દ મટયું નહિ ને આંચકાઓ સાથે ઉલ્ટીઓ ચાલુ થઈ ગઈ. ભાવિને મિથ્યા કોણ કરી શકે ? ડોકટર સૂચકે મહાસતીજીને ભક્તિભાવથી એક ઘોડી બનાવી આપી તેનાથી વિહારમાં થોડી રાહત રહેતી.
“દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત;
તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત.” શરીરમાં વિવિધ ઉપદ્રવો થવા લાગ્યા. નવકાર મંત્રના અખંડ જાપ ચાલુ રહે છે. ભાવિકો આવે છે, સુખ-દુઃખની વાતો કરે છે. મહાસતીજી હસતાં હસતાં સૌને આવકારે છે. આશ્વાસન આપવા આવેલા લોકોને પોતે ધર્મની વાતો સમજાવી કર્મની થિયરી સમજાવતા.
વિહારયાત્રા ચાલુ જ રહેતી. દર્શનાર્થીઓ તેમની સમતા તથા નિર્લેપતાથી મુગ્ધ થઈ જતા. જ્ઞાનધારાનો પ્રવાહ અમ્મલિત રીતે ચાલ્યા કરતો. જુદા જુદા ધર્મસંપ્રદાય-કોમના માનવ સમુદાય વચ્ચે મહાસતીજીની નિર્મળ વાણી સત્ય ઘટનાઓ દ્વારા બહુજનહિતાય-સ્વાન્તઃ સુખાય થતી રહે છે. પોતાને અસહ્ય વેદના હોવા છતાં સમિતવદને સૌને ધર્મનો બોધ આપતા. એકમાંથી બીજું દુ:ખ, બીજામાંથી ત્રીજું એમ કંઈને કંઈ ચાલ્યા જ કરતું. કહ્યું છે કે –
एकस्य दुःखस्य न यावदन्तं, गच्छाम्यहं पारमिवार्णवस्य । तावद् द्वितीयं समुपस्थितं मे, छिदेष्वना बहुली भवन्ति ।
અર્થાત્ સાગર જેવડા એક દુઃખનો અંત ન આવે ત્યાં બીજું દુઃખ આવીને ઊભું રહે છે. કારણ કે એક કાણું પડે તો બીજા કાણાં પડતાં વાર લાગતી નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org