SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૪૫૫ હસુમતીબાઈ જુનાગઢ જાય છે. પ્રથમ ચાતુર્માસ જેતપુરમાં પૂ. ગુરૂણી શ્રી પ્રભાકુંવરબાઈ મ. પાસે સંસ્કૃત માર્ગોપદેશિકા ભાગ-૧ નો અભ્યાસ કર્યો. પર્યુષણમાં ચૌવિહારી અઠ્ઠાઈ કરી. ચાતુર્માસ પછી ધોરાજી તરફ વિહાર કર્યો. હવે ગોચરી વહોરવા પણ જતા હતા. “સહનની આવડત હોય તો, દુઃખમાં રાહત છે; હૃદય ભોગવી જાણે તો, દુઃખ પણ દોલત છે.’’ દીક્ષા લીધી એ વર્ષે હસુમતીબાઈ મહાસતીજીએ અઠ્ઠમ કર્યો હતો. રાત્રે સ્વાધ્યાય કર્યા પછી શરીરમાં કશીક ધ્રુજારી જેવું લાગ્યું. ધીમે ધીમે તેમણે ભાન ગુમાવ્યું. બધા ચિંતામાં પડી ગયા. ઉપચારો કર્યા પછી રાત્રે ૧૨ વાગે ભાનમાં આવ્યા. કર્મોની ગતિ કહન છે. બીજે દિવસે પણ ખાસ ફેરફાર દેખાયો નહિ. ધ્રુજારીનો એ જ અનુભવ થયો. દિવસે દિવસે દર્દ વધતું ગયું. માત્ર મગનું પાણી, થોડા ભાત અને દૂધ જ ખોરાક તરીકે લેવાનું રાખ્યું. ૧૫ દિવસે કંઈક દર્દ ઘટયું પણ દીક્ષા પછી ગુલાબી સ્વાસ્થ્ય ઝાંખું પડવા લાગ્યું. ઘણીવાર તેમને બેશુદ્ધિ આવી જતી ને હાથ-પગ કાવત્ જડ જેવા થઈ જતાં. આમ થવાનું કારણ કળી શકાતું ન હતું. મહાસતીજીને મન સર્વ રોગોનું એક જ ઔષધ હતું, નવકાર મંત્ર. ચૌદશ, પૂનમ અને અમાસના દિવસોમાં એમની તબિયત વધારે લથડતી. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે દેવના ઉપસર્ગ સામે અદ્ભુત સમતા दिव्वेय जे उवसग्गे, तहा तेरिच्छमाणुसे । भिक्खु सहइ सम्मं, से न अच्छइ मंडले ॥ જે દેવતા, મનુષ્ય અને તિર્યંચ સંબંધી ઉપસર્ગો સમભાવથી સહન કરે છે તે આ સંસારમાં ભટકતો નથી. દીક્ષા પછી સાત મહિને ધ્યાનાવસ્થામાં એક દેવના દર્શન થયા. ધીરે ધીરે તે દેવ બોલ્યો, ‘આવ, મારી પાસે આવ, તને માળા દઉં.’ મહાસતીજીએ કહ્યું, ‘મારે કશું જોઈતું નથી, તમે મારાથી દૂર થાવ.’ દેવ પ્રલોભન આપે ને સતીજી સ્પષ્ટ પણે ઈન્કાર કરી નાખું. એકદા તે દેવે કહ્યું, ‘હે દેવ ! હું તને વંદના કરું છું, તું માત્ર મારી એક માળા લે, પછી હું જઈશ.' આવી રીતે ઘણીવાર ધ્યાનાવસ્થામાં સાંભળવા મળતું પરંતુ મહાસતીજી મૌન રહેતા. આધિદૈવિક, આધિભૌતિક કે આધ્યાત્મિક કષ્ટો કે આવરણો સામે મહાસતીજીએ જરાય નમતું જોખ્યું નથી ને તે પ્રત્યે કંટાળો ય વ્યક્ત કર્યો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy