________________
૪૫O
પૂ. હસુમતીબાઈ મહાસતીજી
'અદ્વિતીય સમતાના સ્વામી બા.બ્ર. હસુમતીબાઈ મહાસતીજી
સૌરાષ્ટ્રમાં એક નાનું પણ વેપારથી ધમધમતું નગર ધોરાજી. ત્યાં છગનભાઈ દેસાઈ સાધનસંપન્ન સગૃહસ્થ હતા. તેમને દીવાળીબેન નામના આદર્શ ગૃહિણી હતા. તેમને ચાર સુપુત્રો હતા પણ સુપુત્રીની ખોટ સાલ્યા કરતી હતી.
એક રાતની વાત ! દીવાળીબહેન પથારીમાં નિદ્રાધીન હતાં ત્યાં એકાએક આભાસ થયો, “તારી કૂખે જે આત્મજયોત પાંગરી રહી છે - એની સુવાસ જગતમાં શાશ્વત બનવાની છે.” દીવાળીબહેન ઝબકીને જાગી ગયાં. સ્વપ્રમાં થયેલ આવા આભાસથી તેઓ ખુશ ખુશ થઈ ગયા. ભવ્ય ભાવિના ભણકારા થયા.
વિ.સં. ૧૯૯૫, વૈશાખ સુદિ-૮ ને ગુરૂવારના એક સુપુત્રીનો જન્મ થયો. સામાન્ય રીતે જન્મ પછી બાળકો રડતા હોય છે. પરંતુ આ બાળકી વિલક્ષણ હતી. એ રડી નહિ. જીવન આખું સ્મિતના પુષ્પો વેરીને અનેક જીવોને હસાવવા જન્મનારી ચેતના (બાળા) જન્મીને રડી નહિ તેથી ૧૨ દિવસ પછી આ લાડકી સુપુત્રીનું નામ “હસુમતી” આપવામાં આવ્યું.
ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામીના મોક્ષ કલ્યાણકના સુપ્રભાતે જન્મેલી આ હસુમતી દિન દોગુના રાત ચોગુના વૃદ્ધિ પામવા લાગી. ચાર પુત્રો પછી એક સુપુત્રી જન્મે તે કેટલી લાડકી હોય તે આપણે સમજી શકીએ છીએ. હસુમતીની ઉંમર ચાર વર્ષની થઈ ત્યારે એમના માતુશ્રી દીવાળીબહેને વરસીતપની આરાધના કરી. નાનકડી બાળકીના અંતરમાં ધર્મના બીજનું આરોપણ થઈ જાય છે.
'શિશુકાળના શ્રેષ્ઠ સંસ્કારો તથા સત્સંગનો રંગ હસુમતીને પહેલેથી જ એકાંત ગમતું, ટોળામાં રહેવું ફાવે નહિ ! શાળામાં કોઈનો સ્પર્શ થઈ જાય તો ચે નહિ ! પવિત્ર પુષ્પનું સૌંદર્ય કોઈના ઉપભોગ માટે સર્જાયું ન હતું. એ પવિત્ર રહેવા જ સર્જાયું હતું. આવી રીતે અનાસક્તિના ઈશારાઓ કરતા હસુમતીના સંસ્કારો અન્ય કન્યાઓથી જુદા તરી આવતા હતા.
શાળાના અભ્યાસની સાથે જૈનશાળામાં જવાનું પણ ચાલુ હતું. સંસ્કારી કુટુંબમાં આવા સંસ્કારો તો સહજ રીતે હોય છે. ધર્મકથાઓ, સતીઓની વાતો આ બાળાને ખૂબ જ ગમતી હતી.
યોગાનુયોગ અજરામર સંપ્રદાયના સૌરાષ્ટ્રમાં વિચરતા પૂ. મહાસતીજી શ્રી દેવકુંવરબાઈ આર્યાજી, પૂ. પ્રભાકુંવરબાઈ આર્યાજી, પૂ. મોતીબાઈ આર્યાજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org