________________
४४८
પૂ. લીલાબાઈ મહાસતીજી તેઓશ્રી શાંત, સરળ અને નિખાલસ પ્રકૃતિના હતા. વડીલોની સેવામાં તેઓ સદૈવ ઓતપ્રોત રહેતા હતા. વિનમ્ર ભાવે સેવા કરતા જીવન ધન્ય બનાવી રહ્યા હતા.
વિ.સં. ૨૦૪૧ ની સાલમાં તેમને લકવાની અસર થઈ. તેમની સમતા ખુબ જ હતી. સં. ૨૦૪૨ ની સાલમાં સમાઘોઘા મુકામે ફાગણ સુદિ-૬ ના દિવસે પૂ. રત્નસૂર્ય ગુરૂણીમૈયાના ચરણ-શરણમાં સંલેખના-સંથારા સહિત માત્ર ૪૭ વર્ષની ઉંમરે કાળધર્મ પામ્યા. ૧૬ વર્ષની ઉંમરે દીક્ષા લીધી તથા ૪૭ માં વર્ષે સ્વર્ગવાસી થયા. તેઓશ્રી કચ્છ-વાગડ, સૌરાષ્ટ્ર, ગુજરાત આદિ પ્રદેશોમાં વિચરી શાસનની શાન ખૂબ જ વધારી હતી. પૂ. દીવાળીબાઈ આર્યાજી તથા પૂ. દીક્ષિતાબાઈ આર્યાજી કાકાઈ બહેનો થતા હતા.
'બા.બ્ર. તપસ્વિની લીલાબાઈ મહાસતીજી
પૂ. લીલાબાઈ મહાસતીજીનો જન્મ પૂર્વ કચ્છના રાપર શહેરમાં વિ.સં. ૧૯૯૩ની સાલમાં પુજ પરિવારમાં, વિશાશ્રીમાળી જ્ઞાતિમાં પિતાશ્રી વાલજી ન્યાલચંદ પૂજ તથા માતુશ્રી કંકુબહેનની કુક્ષિએ થયો હતો. તેમનું સંસારી નામ નવલબહેન હતું.
તેઓશ્રી તથા તેમના બહેન બા.બ્ર. કલાબાઈ મહાસતીજી (જેઓ હાલમાં વિચરી રહ્યા છે) તેઓ બંને પૂ. વેલ-માણિક્ય-ઉજ્જવળ ગુરૂણીના સત્સંગમાં આવ્યા તથા વૈરાગ્યવાસિત થયા. આ પૂજ પરિવાર નાનો છે પણ એમાં પૂ. વિર મંગળજી સ્વામી આદિ ૧૦ આત્માઓએ દીક્ષા લીધી છે. પૂ. ગુરૂ ભગવંત એક હતા, બીજા બધા મહાસતીજીઓ છે. સર્વે જિનશાસનને દીપાવી રહ્યા છે.
વિ.સં. ૨૦૧૩ની સાલે સૌ પ્રથમ સાધ્વીજીઓમાં પૂજ પરિવારમાં પ્રથમ દીક્ષા બા.બ્ર. ચંદનબાઈ મહાસતીજીએ લીધી. યોગાનુયોગ પૂ. ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીએ પણ પ્રથમ દીક્ષા શ્રી ચંદનબાઈને આપી હતી.
વિ.સં. ૨૦૧૪ની સાલે ફાગણ સુદિ-૪ને શનિવારે પૂ. તપસ્વી ગુરૂદેવ શ્રી શામજી સ્વામીના શ્રીમુખે બંને બહેનો નવલબહેન તથા કમળાબહેનની દીક્ષા થઈ તથા તેમના નામ અનુક્રમે બા.બ્ર. લીલાબાઈ મ. તથા બા.બ્ર. કલાબાઈ મ. રાખવામાં આવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org