SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૪૪૫ આવાજ એક અનોખું વ્યક્તિત્વ ધરાવનાર એક મહાન વ્યક્તિ એટલે સ્વ. પૂ. ધનગૌરીબાઈ મહાસતીજી. ઠાણાંગસૂત્રમાં બતાવેલ શ્રીફલ જેવા ઉ૫૨થી કઠોર અંદરથી નરમ પ્રકૃતિ ધારક સરલહૃદયી વિશુધ્ધ સંયમી જીવન જીવી જનાર કચ્છ મુદ્રા તાલુકાના પાવન ભુજપુર ભૂમિમાં વિ.સં. ૧૯૮૦ દેઢિયા પરિવારમાં પિતાશ્રી મોણસીભાઈના ઘેર ધર્મવત્સલા માતુશ્રી ગંગાદેવીની કુક્ષીએ જન્મ થયો. તેમનું સંસારી નામ ભાણબાઈ હતું. ધર્મ સંસ્કારયુક્ત બાલ્યજીવન પસાર કરી યુવાવસ્થાએ પહોંચતા કચ્છમાં નાની તુંબડી ગામે સાવલા પરિવારમાં ગણપતભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા. સમય કોઈનો સરખો જતો નથી. કભી ખુશી કભી ગમ એ છે જીવનનો ક્રમ. વિધાતાને આ સુખ પણ મંજૂર ન હતું. ગૃહસ્થાશ્રમનું સુખ નંદવાતા સંસારની નશ્વરતાને જાણી જીવન સંયમમાર્ગ તરફ આકર્ષણ થતા પુન્યોદયે વાગડની વિરલ વિભૂતિ સિંહવૃત્તિ ધરાવતા ૧૨ વર્ષ સુધી પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં વ્યાખ્યાન આપનાર ૯૨ વર્ષની ઉંમરે પણ અપ્રમત્ત ભાવે રહેનાર અનંત ઉપકારિણી બહુસૂત્રી પૂ. ગુરૂણીશ્રી કુંવરબાઈ મહા. તથા સરલાત્મા પૂ. શ્રી મણીબાઈ મ.સ. નો સમાગમ થતા વૈરાગ્ય દ્રઢ બનાવી માત્ર ૨૦ વર્ષની ઉંમરે નાની તુંબડી ગામે તપસ્વીરત્ન પૂ. શ્રી શામજીસ્વામીના વરહસ્તે વિ.સં. ૨૦૦૦ વૈશાખ સુદ-૧૧ ના પવિત્ર દિને સંયમ અંગિકાર કર્યો. સંયમ ભાવમાં રહી જીનાજ્ઞા- ગુર્વજ્ઞા મંત્રને આત્મસાત કરી સવિ જીવ કરૂં શાસનરસીના નાદ સાથે અનેકોને આરાધક ભાવોમાં આગળ વધારી શરણ આપી તિજ્ઞાણં તારયાણં સૂત્રને ચરિતાર્થ કર્યો. પૂ. ગુરૂણીશ્રીના જીવનમાં સેવા-વૈયાવચ્ચનો ગુણ પ્રસંશનીય હતો. વર્તમાને વિચરતા ગુરૂણીશ્રી ગુણવંતી બાઈ મ.સ.ના સંયમ પર્યાયને માત્ર ૧૨ મહિના જ થયા હતા ત્યાં અશાતાનો પ્રબળ ઉદય થતા અરજન્ટ ટ્રીટમેન્ટ માટે કચ્છ ભુજ હોસ્પિટલમાં એડમીટ કરવા માટે વાહનનો ઉપયોગ આવશ્યક બન્યો. ભચાઉ શ્રી સંઘે વાહનનો ઉપયોગ કરી ભુજ લઈ જવાનો આગ્રહ કર્યો પણ પૂ. ગુણવંતીબાઈ મ.સ. વાહનનો ઉપયોગ કરવા હરગીજ તૈયાર ન હતા, તો પૂ. ધનગવરીબાઈ મ.સ. એ શિષ્યાના સંયમ અનુરાગને અનુમોદના કરી ખુદ વિહારમાં એકલા જ સાથે રહીને ભાવપૂર્વક શિષ્યાની સેવા કરી નૂતન જીવન અર્યું. વ.સં. ૨૦૩૩મા મુલુન્ડ (વે)ના મોટા ઉપાશ્રયમાં યાદગાર ચાતુર્માસ થયેલ હતું. ૧૦ બહેનોએ માસખમણની ઉગ્ર તપસ્યા કરીને ચાતુર્માસને ઐતિહાસિક બનાવ્યું હતું. આજે પણ લોક મુખે એ જ વચનો નીકળે છે કે પૂ. તપસ્વિની ધનગૌરીબાઈ મ.ના પુષ્પ પ્રતાપે જે તપસ્યા થઈ હતી તેવી તપસ્યા હજી સુધી થઈ નથી. ધન્ય છે એ તપસ્વિની સેવામૂર્તિ ગુરૂણીને ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy