________________
આ છે અણગાર અમારા
૪૨૩
વાગડના સિંહણ મોટા કુંવરબાઈ મહાસતીજીનો સત્સંગ ) તે વખતે ખારોઈનું ધર્મસ્થાનક બનાવવામાં વિરોધીઓના ઘણા વિન આવતા હતા પરંતુ સિંહણ જેવા મોટા કુંવરબાઈ મહાસતીજી કે જેઓ વિશેષ પ્રમાણમાં વાગડમાં વિચરતા તેમણે સંઘના આગેવાનોને હિંમત આપી તથા દિવસે ચણેલ દિવાલોને પાડી જનાર વિરોધીઓને પડકાર્યા જેથી વિદન ટળી ગયું. મહાસતીજી શ્રી કુંવરબાઈએ વાગડના મોટા ભાગના ક્ષેત્રોમાં વિચરણ કરીને લોકોને ધર્મનો બોધ આપીને અનન્ય ઉપકાર કર્યો છે. તેઓનો સંઘાડો વાગડનો સંઘાડો કહેવાતો. આજે પણ એમના સંઘાડામાં મોટા ભાગે વાગડના સાધ્વીજી છે. આ મોટા કુંવરબાઈ મહાસતીજી તથા મોટા મણિબાઈ મહાસતીજી આદિ ઠાણાઓ ખારોઈ પધાર્યા. તેમના સત્સંગથી વૈરાગ્યના ભાવ થયા. તેમની સાથે રહીને ધાર્મિક અભ્યાસ કર્યો તથા સંયમજીવનની તાલિમ લીધી. પિતૃપક્ષ તથા શ્વસુરપક્ષની સંમતિ લઈને દીક્ષા લેવા તૈયાર થયા.
' પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામીની પધરામણી સુવર્ણયુગ પ્રવર્તક પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામી, કવિવર્યશ્રી વીરજી સ્વામી, શતાવધાની રત્નચંદ્રજી સ્વામી, પૂ. શાંતમૂર્તિશ્રી રૂપચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓ તથા સંઘાડાના નાયક મહાસતીજી શ્રી મોટાકુંવરબાઈ આર્યાજી, મોટા મણિબાઈ આર્યાજી આદિ ઠાણાઓની નિશ્રામાં વિ.સં. ૧૯૮૩ની સાલ, જેઠવદિરના શુભ દિવસે વીસ વર્ષની ઉંમરે પૂ. આચાર્યશ્રી ગુલાબચંદ્રજી સ્વામીના શ્રીમુખેથી દીક્ષા અંગીકાર કરી નવદીક્ષિતા જવેરબાઈ મહાસતીજી બન્યા.
"निदं च न बहु मन्निज्जा, सप्पहासं विवज्जए ।
મિલો હાર્દિ ન રમે, સટ્ટાય4િ મો સયા ||" ઉંઘને બહુ મહત્ત્વ ન આપે, હાંસી-મજાકનો ત્યાગ કરે, નકામી વાતોમાં સમય ન બગાડે પરંતુ સાધક સ્વાધ્યાયમાં સદા લીન રહે.
આ શાસ્ત્ર વચનને મહાસતીજીએ પોતાના જીવનમાં સારી રીતે ઉતાર્યું હતું. જ્ઞાન-ધ્યાનમાં મસ્ત રહીને ગુરૂણીની સેવામાં લીન રહેવા લાગ્યા. બંને મોટા ગુરૂણીઓની ખૂબ જ સેવા કરીને આશીર્વાદ મેળવ્યા હતા. વર્ષો સુધી ગુરૂણીની છત્રછાયા મળે તે સાધકના ભાગ્ય કેટલા ઊંચા કહેવાય !
પૂ. જવેરબાઈ મહાસતીજી ખૂબ જ સરળ સ્વભાવના હતા. સમતાશીલ સ્વભાવના હતા. સુઘડતા પણ ખૂબ જ હતી. મોટા ગુરૂણીઓની છત્રછાયામાં ખૂબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org