________________
૪૨)
મહાસતીજી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી દિવસમાં જ ઘેલાભાઈ પોતે પણ સંસારને સલામ ભરી સ્વર્ગે સિધાવ્યા. આમ દશે દિશાએથી દુ:ખના દર્શન થયા.
'સંસારની અસારતા જાણી સંયમ પંથે પ્રયાણ
પતિદેવના મહાપ્રયાણ પછી પ્રભાબહેનના તન-મન ભગ્ન બન્યા પરંતુ જૈનત્વના સંસ્કાર જાગૃત થયા. વૈરાગ્યના અંકુરો અંતરભૂમિમાં ઉગેલા હતા તેને નવપલ્લવિત કરવાનું કામ આ નિમિત્ત કરી ગયું. વૈરાગ્ય ભાવના પ્રબળ બની. ઉપાદાન ઉપાસના કરવા તૈયાર બની ગયું ને દેવી સમાન પૂ. દેવકુંવરબાઈ મહાસતીજી તથા મોક્ષમાળાના મોતી જેવા પૂ. મોતીબાઈ આર્યાજીના સત્સંગથી સંસાર ત્યાગવાનો નિર્ણય કર્યો. ૧૭ મા વર્ષે ગુરુચરણમાં જીવન સમર્પિત કર્યું. એ મંગલ દિવસ હતો. વિ.સં. ૧૯૮૨ વૈશાખ સુદ-૩ (અક્ષય તૃતીયા). ત્રિરત્નની સાધના કરવા તેમણે પૂકરશનજી સ્વામી પરમોપકરની કવિના પૂ. ગુરૂદેવ શ્રી નાનચંદ્રજી સ્વામીના કૃપાપાત્ર બન્યા. શ્રી મુખેથી સંયમ સ્વીકાર્યો તથા “સાયટ્ટાર ને સમજ્વા” સ્વાધ્યાય - ધ્યાનમાં રત રહે તે સાધુ. શાસ્ત્રના આ વચન તેમણે અક્ષરશ: પોતાના જીવનમાં ઉતાર્યા. દીક્ષા લીધા પછી પ્રભાકુંવરબાઈ મહાસતીજીએ જૈન શાસ્ત્રોનું જ્ઞાન સારી રીતે મેળવ્યું તથા તેના ફળ સ્વરૂપે એમનું સંયમી જીવન, અલ્પ પરિગ્રહ અને અલ્પ કષાયના બે મહાન સગુણોથી શોભતું હતું. તેઓશ્રી અપ્રમત્ત દશામાં જીવતા. ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર તેમને અત્યંત શ્રદ્ધા હતી. શાસ્ત્રના સાર રૂપે તેમણે મારા-તારાના ભેદ ભૂંસી નાખ્યા હતા. “વેયાવ નિયુત્તેT, યā ત્રિામો” અગ્લાનભાવે વૈયાવચ્ચ કરવી.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬માં અધ્યયનની આ ગાથાના ભાવ પૂ. શ્રી પ્રભાકુંવરબાઈ મહાસતીજીએ પોતાના જીવનમાં સારી રીતે ઉતાર્યા હતા. પૂ. મોતીબાઈ મહાસતીજીની લકવાની બીમારીમાં તેમણે જે સેવા કરી તેનાથી બધા પરિચિત છે. આવી સેવા કરનારા બહુ વિરલ હોય છે. પૂ. મોતીબાઈ મહાસતીજી સં. ૨૦૨૭ કારતક વદિ-૧૧ ના કાળધર્મ પામ્યા.
પૂ. મોતીબાઈ મહાસતીજી ગયા. પરંતુ એમની ચિરસ્મૃતિ પૂ. પ્રભાકુંવરબાઈ મહાસતીજીના હૃદયમાં મૂકતા ગયા. એમને કયાંય ચેન પડતું નહિ. ઘણી વાર યાદ કરીને રડે. માનસિક વ્યથાથી શરીરની તંદુરસ્તી બગડી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org