________________
૪૧૬
મહાસતીજી શ્રી ભાણબાઈ આર્યાજી પૂ. માણેકબાઈ મહાસતીજીની સંયમનિષ્ઠા નીચેની ચાર વાતો ઉપરથી સારી રીતે જાણવા મળે છે. (૧) હું બેશુદ્ધિમાં હોઉં તો પણ ઈંજેક્શન આપશો નહિ. (૨) મારો ફોટો લેવડાવશો નહિ. (૩) મારા નિમિત્તે આયંબિલ કરાવશો નહિ. (૪) મારા ઘણા અવગુણો ભર્યા છે તો મારા નામે પુસ્તક છપાવશો નહિ.
કોહીનૂર હીરા જેવા શ્રેષ્ઠ શિષ્યા માણેકબાઈ મ.નો વિયોગ પૂ. વેલબાઈ મહાસતીજી કેમ સહન કરી શકે એ વિચારે સૌ ચિંતિત હતા, પરંતુ સદયી શિષ્યાઓ, રાપર સંઘ અને લાગણીશીલ વ્યક્તિઓ તરફથી આશ્વાસન મળી જતાં મોટા મહાસતીજી આશ્વસ્ત થયાં. તે વખતે ગુંદાલા સંઘનો ગુંદાલામાં સ્થિરવાસ કરાવવાનો અતિ આગ્રહ હતો પરંતુ રાપર સંઘે રજા ન આપી. ગુંદાલા જન્મભૂમિ તથા કર્મભૂમિ હતી તો રાપર સ્થિરવાસ ભૂમિ હતી. ગુરૂણીશ્રી સાથે દીક્ષાર્થી અવસ્થામાં રાપર ખૂબજ રહેલા ત્યારથી રાપર સંઘના ભક્તિભાવ પ્રશંસનીય હતા. વિ.સં. ૨૦૪૫, આસો સુદ-૧૦, વિજયાદશમીના પવિત્ર દિવસે પૂ. વેલબાઈ મ. રાપરમાં સમાધિભાવે કાળધર્મ પામ્યા.
'આજીવન અનશનવ્રતધારી મહાસતીજી
'શ્રી ભાણબાઈ આર્યાજી
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત વરસે તો વાગ ભલો, કચ્છડો બારે માસ. અર્થાત્ શિયાળામાં સોરઠનું વાતાવરણ સારું હોય છે. ઉનાળામાં (દક્ષિણ) ગુજરાતનું વાતાવરણ સુંદર હોય છે. વરસાદ સારો થાય તો વાગડનું વાતાવરણ વખણાય છે. જ્યારે કચ્છ તો બારેમાસ નંદનવન જેવું ગણાય છે. કચ્છનું વાતાવરણ સદૈવ સારું હોય છે. એવા કચ્છ પ્રદેશમાં મુન્દ્રા બંદરેથી ઉત્તર દિશામાં આઠ કિ.મી. દૂર ભોરારાની બાજુમાં માત્ર ૧પ કિ.મી. ના અંતરે ટોડા ગામ છે. ત્યાં પિતા શ્રી રવજીભાઈ તથા માતા વેલબાઈની કુક્ષિએ વિ.સં. ૧૯૫૧ ની સાલે મહાવદિ-૫ ના દિવસે એક સુપુત્રીનો જન્મ થયો. તેનું નામ ભાણબાઈ રાખવામાં આવ્યું. તેઓ શ્રી વિશા ઓસવાળ જ્ઞાતિના હતા. તેમણે શાળામાં ગુજરાતી માધ્યમથી બે ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. તે સમયમાં કન્યાઓને ભણાવવામાં નહોતી આવતી, છતાં ભાણબાઈના માતા-પિતા શિક્ષણપ્રેમી હતા, જેથી પોતાની સુપુત્રીને બે ચોપડી ભણાવી શિક્ષિત કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org