SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૬ પૂ. રતનબાઈ મહાસતીજી “Man proposes and God disposes." માણસ ધારે કાંઈક અને કુદરત કરે કાંઈક ! આ ઉક્તિ અનુસાર પૂ. રતનબાઈ મ.ના શતાબ્દી મહોત્સવની જોરદાર તૈયારીઓ થઈ રહી હતી. પૂ. શાસનપ્રભાવક શ્રી ભાવચંદ્રજી સ્વામી તથા પૂ. દીર્ઘદ્રષ્ટા ભાસ્કરજી સ્વામીની પ્રેરણા, રત્નમંડળની ભવ્ય ભાવના તથા સમાઘોઘા છ કોટિ જૈન સંઘનો અદમ્ય ઉત્સાહ. કચ્છ-વાગડના મળીને ૧૦૮ વર્ષીતપની આરાધના. વૈરાગી કે. જયશ્રીબહેન (મથડાવાળા)ની દીક્ષા, શતાબ્દી પ્રશસ્તિ ગ્રન્થનું પ્રકાશન ઈત્યાદિ તૈયારીઓ ચાલી રહી હતી. અજરામર સંપ્રદાયમાં આવો સદેહે શતાબ્દી ઉજવવાનો પ્રથમ પ્રસંગ આવવાનો હતો. રત્નમંડળના ૪૪ મહાસતીજીઓમાંથી ૨૨ વર્ષીતપ હતા. વૈશાખ મહિનો (વેકેશનના કારણે) નક્કી કરવામાં આવ્યો હતો. સમસ્ત ભારતભરના ભાવિકો આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા. ત્યારે વિ.સં. ૨૦૪૩ના નૂતન વર્ષના સુપ્રભાતે પૂ. મહાસતીજીએ પોતાના શ્રીમુખેથી ભાવિકોને આશીર્વાદ આપેલા. દીવાળીના દિવસનો ઉપવાસ હતો. પારણા પહેલા પાઠવેલા શુભાશીર્વાદની ભાવિકો ધન્યતા અનુભવતા હતા. કારતક સુદિ-૮ના પણ ઉપવાસ કરેલા ત્યાર પછી તબિયત અસ્વસ્થ થતી ગઈ. ઉપચારો ઘણા કરવામાં આવ્યા પરંતુ “તૂટીની કોઈ બુટી નહિ” એ ઉક્તિ અનુસાર વિ.સં. ૨૦૪૩, કારતક વદિ-૧, સોમવાર તા. ૧૭-૧૧-૧૯૮૬ના રાત્રે ૮-૫૫ મિનિટે સંખનાપૂર્વક સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. સૌ શિષ્યા પરિવારને રડતા છોડી, સેંકડો ભક્તોની આશાને નિરાશામાં ફેરવી શતાબ્દીની આશાને સ્વપ્ન બનાવી ૨૦૨ સાધ્વીજીઓના વડેરા સાથ્વી શિરોમણિ તીર્થસ્વરૂપા પૂ. રતનબાઈ મહાસતીજી અમર બનીને જીવી ગયા તથા પરલોકવાસી થયા. બૂઝ ચૂકા ચિરાગ, મગર રોશની તો રહ ગઈ; ચલ બસી યહ જિંદગી, કુછ લે ગઈ, કુછ દે ગઈ.” જેઓ હંમેશા શતાબ્દી ઉજવણી માટે ઈન્કાર કરતા હતા તેમણે આખરે પોતાનું ધાર્યું કર્યું તથા અનંતની યાત્રા લઈ લીધી. મૃત્યુપર્યત તીર્થકર દેવની આજ્ઞાને વફાદાર રહ્યા. ૯૯ વર્ષની ઉંમર તથા ૮૧ વર્ષનો સંયમપર્યાય સૌના માટે પ્રેરણારૂપ બની રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy