________________
આ છે અણગાર અમારા પોતાના હૃદયમાં ઉતાર્યા હતા.
સુવઈમાં જ્યારે ધર્મસ્થાનક ન હતું ત્યારે કોઈના મકાનમાં ચાતુર્માસ રહેવાનું થયું. મકાન માલિકને થયું કે જો મહાસતીજી કાળધર્મ પામશે તો મારું ઘર અભડાઈ જશે, મકાન અપશુકનિયાળ બની જશે એવા ભયથી તેમણે મહાસતીજીને મકાન ખાલી કરવાનું કહી દીધું. મહાસતીજી અપમાનનો ઘુંટડો ગળી જઈને બીજા મકાનમાં પધાર્યા.
આ પ્રસંગ ઉ૫૨થી સુવઈના શ્રાવકોમાં જાગૃતિ આવી તથા ધર્મસ્થાનકનું નિર્માણ કર્યું. “પુથ્વીસમે મુળી વેખ્ખા ।' અર્થાત્ મુનિ પૃથ્વી સમાન સહનશીલ થાય. આ શાસ્ત્ર વચનને તેમણે સારી રીતે પોતાના જીવનમાં ઉતાર્યું હતું. એકદા પૂ. મહાસતીજીને ગળામાં તકલીફ થઈ ગઈ. સખત દુઃખાવો થયો ત્યારે શાંતિથી દર્દ સહન કરતા હતા. દવા માટે ખૂબ આગ્રહ થયો ત્યારે તેમણે કહ્યું, ‘હું દવા કરું છું.’ તેઓ દવામાં લીંબડાની ભૂકી વાપરતા હતા. બધાને નવાઈ લાગે કે આવી દવા શું કામ આવે ? ઘણા ડોક્ટરની વાત કરે ત્યારે તેઓ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દેતા તથા કહેતા કે કાયાના દંડ કાયાને ભોગવી લેવા દ્યો. કર્મ ભોગવ્યા સિવાય છૂટકો નથી. ક્યારે પણ માથું દુઃખે, તાવ આવે કે કોઈપણ બિમારી આવે તો ડોક્ટરની દવા તેમણે લીધી ન હતી. આમ શારીરિક કે માનસિક વેદનાને સહન કરવામાં તેઓ પૃથ્વી સમાન હતા.
૩૯૯
“મેરૂ તો ડગે પણ જેના મનડા ડગે નહિ પાનબાઈ.’ વિ.સં. ૧૯૭૩ની સાલે પૂ. રતનબાઈ મહાસતીજી આદિ ઠાણા-માંડવી ચાતુર્માસ હતા. ત્યારે ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો. લોકો ટપોટપ મરવા લાગ્યા. કોઈ ઉપાયો સાર્થક ન નિવડ્યા ત્યારે લોકોમાં ભયંકર ગભરાટ ફેલાઈ ગયો. શ્રાવકોએ પૂ.મ.ને વિહાર કરવા માટે વિનંતી કરી. તે વખતે માંડવીમાં ચારે ગચ્છમાં ચાતુર્માસ હતા. ત્રણ ગચ્છના ચારિત્રાત્માઓ વિહાર કરી ગયા પરંતુ પૂ. રતનબાઈ મ. એકદમ મક્કમ રહ્યા કે જે થવાનું હશે તે થશે પણ ચાતુર્માસમાં તો વિહાર નહિ જ કરીએ. ભાવિકો તેમને નમી પડ્યા.
“સેવાધર્મ: પરમહિનો યોગિનામપ્યગમ્યઃ ।' વિ.સં. ૧૯૭૪ની સાલે પૂ. રતનબાઈ મ.નું ચાતુર્માસ બિદડા હતું. તે વખતે પૂ. જાનબાઈ મહાસતીજીના સંઘાડાના પૂ. પાનબાઈ મ. તથા પૂ. કુંવરબાઈ મ.ની તબિયત સારી ન હતી. તેવા સમાચાર બિદડા સ્થિત પૂ. રતનબાઈ મ.ને મળતા અન્ય સંઘાડો હોવા છતાં તેમણે શાંત્વના પાઠવી તથા ચાતુર્માસ પૂરું કરી તુરત રામાણીયા પધાર્યા તથા એક મહિના સુધી ખડે પગે તેમની સેવા કરી. બિમાર મહાસતીજીને વાંસામાં, કમ્મરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org