________________
૩૯૬
પૂ. રતનબાઈ મહાસતીજી જે હંમેશા હિતકારી આહાર અને વિહારને સેવે છે, વિચારીને જ કામ કરનારો છે, વિષયમાં આસક્ત નથી, દાતાર છે, સમભાવી, સત્યવાન, ક્ષમાવાન, વડીલોની સેવા કરનાર છે તે સ્વસ્થ રહે છે. પૂ. મહાસતીજીનું જીવન પણ આ શ્લોકની સાથે બરાબર સુસંગત હતું.
પૂજય રતનબાઈ મહાસતીજીએ જાણે આહાર સંજ્ઞા ઉપર મહદંશે વિજય મેળવી લીધો હતો. મોટા ભાગે મિષ્ટાનના તથા ફલાદિ આહારનો ત્યાગ હતો. સવારે એક કપ ચા તથા એક કપ દૂધ સાથે એક ખાખરો વાપરતા. બપોરના ક્યારેક એક રોટલી તો ક્યારેક અડધી રોટલી. સાંજે પણ ઉણોદરી. વિગયનો મોટાભાગે ત્યાગ હતો. ઘણીવાર ઉપવાસ પણ કરતા. ચૌભંગીના વાક્ય અનુસાર (“એક એક જીવને તપનું બળ છે પણ આહારનું બળ નથી.”) પૂ. મહાસતીજીનું જીવન હતું. એકાસણામાં ચા વાપરવી પડે તો સવારની વહોરેલી ચા બપોરે વાપરતા. ૯૯ વર્ષની ઉંમરે પણ બધાની સાથે ગોચરીના માંડલામાં બેસે ત્યારે લૂખા-સૂકા આહાર, ઠંડુ-ગરમ જે હોય તે અનાસક્ત ભાવે વાપરી લેતા પરંતુ મારા માટે અમુક વસ્તુ લાવજો આવી સૂચના તો ક્યારેય કરતા નહિ. “ રસરૂપ મંગિન્ના, નવMઠ્ઠા મહામુની” ઉત્તરાધ્યન સૂત્રના આ વચનાનુસાર સાધક સંયમયાત્રાના નિભાવ માટે આહાર કરે પણ સ્વાદ માટે આહાર ન કરે. આ વચનો એમણે પોતાના જીવનમાં સારી રીતે ઉતાર્યા હતા.
પૂ. મહાસતીજી નાની વયમાં બિસ્કુલ તપસ્યા કરી શકતા ન હતા પરંતુ ગુરૂણીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી પર્વતિથિના ઉપવાસ શરૂ કરી દીધા. ગુરૂભક્તિથી શું પ્રાપ્ત થતું નથી ?
૯૫ વર્ષની ઉંમરે બે વર્ષ સુધી એકાંતરા એકાસણા તથા ૯૭ વર્ષની ઉંમરે બે વર્ષ એકાંતરા ઉપવાસ કર્યા. આટલા તપ-ત્યાગ હોવા છતાં પારણું કરવા બેસે ત્યારે કહે, “હું તો ખાઉધરી છું કે તપસ્યાનું પારણું કરું છું. ધન્ય છે અનશન વ્રતધારીને ! ધન્ય છે સંથારાવાળાને ! મારાથી તો સંથારો થતો નથી. મારા કરતાં નાની ઉંમરવાળા સંથારો કરે છે. હે પ્રભુ! હું કેમ સંથારો કરી શકતી નથી?”
તવભૂરા મળRIT” સંતો તપમાં શૂરવીર હોય છે. એક વખત સુવઈ (પૂર્વ કચ્છ)ના સંઘપતિ શ્રી રતનશી ભીમશી સાવલા પૂ. મહાસતીજીના દર્શન કરવા આવેલા ત્યારે પૂ. મહાસતીજીને ઉપવાસ હતો છતાં ખૂબ સ્વસ્થતાથી બેઠા બેઠા સ્વાધ્યાય કરતા હતા ત્યારે રતનશીભાઈએ કહ્યું, “મહાસતીજી ! હવે તમારી ઉંમર થઈ. તમે ઘણી તપસ્યા કરી છે, હવે તમારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org