________________
૩૮૬
મહાસતીજી શ્રી લાડકુંવરબાઈ આર્યાજી ભીડ જામતી. દરબારો પણ સારી સંખ્યામાં વ્યાખ્યાન સાંભળતા.
૩૨ વર્ષ સુધી સુંદર ચારિત્રનું પાલન કરીને તેઓશ્રી માત્ર ૪૪ વર્ષની ઉંમરે સંવત ૧૯૮૦ ના મહા વદી- ૦) ને બુધવારે ભચાઉ (કચ્છ) તાલુકાના મનફરા ગામે સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા.
'સંઘાડાના શિરોમણિ મધુરભાષિણી મહાસતીજી
' શ્રી લાડકુંવરબાઈ આર્યાજી
ધન્ય હોય માતા-પિતા, ધન્ય હોય કુલ ગોતા
મહાપુરૂષ જનમે જહાં, લીયે ધર્મકી જ્યોત ! તે માતા-પિતાને ધન્ય છે, તે કુળ અને ગોત્રને ધન્ય છે કે જયાં મહાન આત્માઓ જન્મ ધારણ કરે છે અને ધર્મની જ્યોત ફેલાવે છે.
કચ્છની કામણગારી ધરતી, જયાં અનેક સંત-સતીઓ, શૂરવીર અને ફકીરો થઈ ગયા. તેવા હિન્દુસ્તાનમાં વિસ્તારની દષ્ટિએ બીજા નંબરે તથા ગુજરાતમાં પ્રથમ નંબરે આવતા કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ૬૨ ગામોમાં એક નાનકડું ગોકુળિયું ગામ રતાડિયા (ગણેશવાલા) ભોરારાના જેમ સંતો વખણાયા તેમ રતાડિયાના સતીજી વખણાયા.
ધર્મપ્રેમી પુણ્યાત્મા પિતાશ્રી નેણશીભાઈ તથા સુસંસ્કારી મમતાળુ માતા શ્રી ભચીબાઈની કુક્ષિએ વિ.સં. ૧૯૪૧ ની સાલે એક સુપુત્રીનો જન્મ થયો. તેનું નામ લીલબાઈ પાડવામાં આવ્યું. આ સુપુત્રીમાં માતા-પિતાના સંસ્કારો સારી રીતે ઉતર્યા હતા. સૌંદર્યની સાથે સુસ્વર કંઠનો સુમેળ હતો. તેઓશ્રી પ્રથમથી જ ખૂબ જ મધુરભાષી હતા.
સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું એવું સુખ શીદ લઈએ રે.
સુપુત્રી લીલબાઈ સત્તર વર્ષના થયા ત્યારે તેમનાં લગ્ન મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાં લખમણભાઈ સાથે થયા હતા. પરંતુ ઉપરની કડીમાં ભક્ત કવિ શ્રી મીરાંબાઈએ ઉચ્ચારેલા શબ્દો અનુસાર સંસારનું સુખ ક્ષણિક છે. નાશવંત છે. સંસારમાં કોઈનું ય સૌભાગ્ય અખંડ રહેતું નથી.
શ્રી લીલબાઈના પતિ લખમણભાઈ ત્રણ વર્ષનું લગ્ન જીવન ભોગવી કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org