________________
૩૭ર
પૂ. કંકુબાઈ મહાસતીજી
'વિભાગ - ૫ લીંબડી અજરામર સંપ્રદાયમાં પૂર્વે થઈ ગયેલા 'વિદુષી - મહાસતીજી - આર્યાજીઓના
જીવન ચરિત્ર
-
-
'શાસનોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રી અજરામરજી સ્વામીના
'માતુશ્રી પૂ. કંકુબાઈ મહાસતીજી
ગૌરવવંતા મહાસતીજી શ્રી પૂ. કંકુબાઈ આર્યજીની જન્મભૂમિ હાલાર પ્રાંતના જામનગર જિલ્લાનું “મોટા લખીયા” ગામ હતું. વિશા ઓસવાળ જ્ઞાતિના ૫૦૦ વર્ષથી વધારે વર્ષ પહેલા કંથકોટ કચ્છથી ચાર વિભાગ પડેલા. અમુક ગામો અબડાસા (પશ્ચિમી કચ્છ)માં ગયા, ત્યાં ૪૨ ગમો છે તથા મુન્દ્રા, માંડવી તાલુકાના કંઠી વિસ્તારમાં પર ગામો છે તથા ૨૪ ગામો વાગડમાં છે.
હાલારી વિશા ઓસવાળ જૈન જ્ઞાતિના સદગૃહસ્થ મોટા લખીયા ગામમાં સંસ્કાર માતા-પિતાને ત્યાં શ્રી કંકુબાઈનો જન્મ થયો હતો. તેમના લગ્ન જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા (વાછરા દાદાનું)ના સદ્ગૃહસ્થ માણેકચંદભાઈ સાથે થયા હતા. તેમના સસરાનું નામ ખીંયશી હરગણ મારૂ હતું. કંકુબાઈના પિતાશ્રીની અટક સુમરિયા શાહ હતી.
શ્રી માણેકચંદભાઈ તથા કંકુબાઈ ખૂબ જ પ્રેમથી રહેતા હતા. એમના જીવનમાં શીલ-સદાચાર આદિ મહત્ત્વના ગુણો હતા. તેઓને પાંચ સંતાનો થયા (૧) વીરપારભાઈ (૨) આણંદજી (૩) પુરીબહેન (૪) સંતોકબહેન (૫) જીવીબહેન. પ્રાય: આણંદજી (પૂ. અજરામરજી સ્વામી) સૌથી નાના હતા.
પૂ. શ્રી અજરામરજી સ્વામીના કાકાનું નામ મેઘાભાઈ હતું. શ્રી કંકુબાઈના જીવનમાં પહેલેથી જ ધર્મના સંસ્કારો સારા હતા. એકદા શ્રી માણેકચંદભાઈ બિમારીનો ભોગ બન્યા અને નાની ઉંમરમાં સ્વર્ગવાસ પામ્યા. કંકુબાઈ તથા પાંચે સંતાનોના આઘાતનો કોઈ પાર ન રહ્યો પરંતુ કાળ પાસે સહુ લાચાર... આવા સમયે ધર્મના સંસ્કારો તેમના વિશેષ જાગૃત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org