________________
૩પ૦
શ્રી ચુનીલાલજી સ્વામી મસ્ત હતા. અધ્યાત્મ જ્ઞાનમાં તેમને ખૂબ જ રસ હતો.
એમના પ્રથમ શિષ્ય ચૂડાના વકીલશ્રી જગજીવનભાઈ થયા. તેમને દીક્ષા આપીને તેમનું નામ જગદીશ મુનિ આપ્યું. પૂ. સદાનંદી છોટાલાલજી સ્વામીનો મોરબીથી સંદેશો આવતાં સં. ૨૦૨૪ની સાલે તેઓ શ્રી ત્યાં પધાર્યા તેમણે પૂ. માધવસિંહજી મ. માટે ભલામણ કરી તથા સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા. પૂ. ચુનીલાલજી સ્વામી તથા પૂ. માધવસિંહજી સ્વામી સાથે વિચરતા હતા.
તે વખતે એટલે કે આજથી ૪૦ વર્ષ પહેલા સાધુને એકલા વિચરવાની મનાઈ હતી. જો એકલા વિચરે તો સંપ્રદાયમાંથી બહાર મૂકાઈ જાય, તેથી ફરજિયાત બે ઠાણા રહેવું પડે. આ પરંપરા બહુ સારી હતી.
'પૂ. આચાર્ય શ્રી રૂપચંદ્રજી સ્વામીને આચાર્ય પદવી
પૂ. ગુરૂભગવંત શ્રી રૂપચંદ્રજી સ્વામીને સં. ૨૦૧૮ની સાલે આચાર્યપદવીનો મહોત્સવ વૈશાખ સુદમાં હતો ત્યારે ચતુર્વિધ સંઘની ઈચ્છાથી આચાર્ય પદના પ્રતીકરૂપે પછેડી ઓઢાડવાનો લાભ પૂ. ચુનીલાલજી સ્વામીને મળ્યો હતો. પૂ. રૂપચંદ્રજી સ્વામી પછી દીક્ષાનો ક્રમ ચુનીલાલજી સ્વામીનો હતો તેથીસ્તો.....
પૂ. આચાર્યદેવ શ્રી રૂપચંદ્રજી સ્વામી તથા પૂ. પરમોપકારી ગુરૂદેવ શ્રી નવલચંદ્રજી સ્વામીની અનૂપમ ઉદારતા : પૂ. ગુરૂદેવ શ્રી નાનચંદ્રજી સ્વામીના કાળધર્મ પછી પૂ. ચુનીલાલજી સ્વામી એકલા થઈ ગયેલા. પૂ. માધવસિંહજી સ્વામી અમુક વર્ષો સાથે રહેલા પણ પછી છૂટા પડી ગયેલા ત્યારે બે ચાતુર્માસ જેતપુર તથા સાયલા પૂ. રૂ૫-નવલ ગુરૂદેવે પૂ. નેમિચંદ્રજી સ્વામી, પૂ. ચુનીલાલજી સ્વામીની સેવામાં રાખીને પોતાની અનુપમ ઉદારતાના દર્શન કરાવ્યા હતા.
'તપસ્વીરત્ન પૂ. રામચંદ્રજી સ્વામીની ઉદારતા તથા
'મોટા ચંદનબાઈ મ.ની સરળતા સંવત ૨૦૪૦નું ચાતુર્માસ લીંબડીમાં હતું ત્યારે તેઓશ્રી એકલા જ હતા. પૂ. લાલચંદ્રજી સ્વામી સ્થિરવાસ હતા, ત્યારે પૂ. તપસ્વી રામચંદ્રજી સ્વામી આદિ ઠાણા-૩ અષાઢ સુદિ-૮ના લીંબડી પધાર્યા. સત્તાવાર ચાતુર્માસ પૂ. મોટા ચંદનબાઈ મ.નું હોવાથી પૂ. રામચંદ્રજી સ્વામી આદિ ઠાણા-૩ લખતર ચાતુર્માસનું નક્કી કરી રહ્યા હતા કેમકે લખતર સંઘની અત્યંત ભાવભીની વિનંતી હતી પરંતુ પૂ. ચંદનબાઈ મ.ની સરળતા ખૂબ જ તેથી લીંબડીમાં જ ચાતુર્માસ કરવા વિનંતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org