________________
૩૪૪
સંપ્રદાયની પરંપરા બિરાજતા હતા. તરત જ સંદેશવાહક દ્વારા ખબર મોકલવામાં આવ્યા. તેણે ફક્ત બીમારીના જ સમાચાર આપ્યા. બન્ને ઠાણાઓએ તરત જ સમાઘોઘાથી ગુંદાલા જવા માટે વિહાર કર્યો. ભોરારા સડક પાસે આવતાં જ એક વૃદ્ધ શ્રાવક દુઃખ સાથે બોલી ગયા. “મહારાજ ! કમ ભારી ખોટો થ્યો, કેવલચન્દ્રજી મહારાજ કાળ કરી વ્યા.” અર્થાતુ કેવલચન્દ્રજી સ્વામી કાળધર્મ પામી ગયા તે કામ બહુ ખોટું થયું. આ સાંભળી પૂ. નવલચન્દ્રજી સ્વામી ધરતી પર ઢળી પડયા. થોડા સમય પછી કંઈક સ્વસ્થ થયા ત્યારે લથડતા પગે મહામુસીબતે ગુંદાલા પધાર્યા. જેણે સાંભળ્યું તેણે આઘાતનો અનુભવ કર્યો કારણ કે તે વખતે મુનિરાજશ્રીની ઉંમર ફક્ત ૪૮ વર્ષની હતી. ૩૦ વર્ષનો દીક્ષા પર્યાય હતો.
ચરિત્રનાયકમુનિ શ્રી અજબ નૈતિક હિંમતવાન હતા. પોતાને સત્ય લાગે તે સ્પષ્ટ કહી દેતા. સંયમ જીવનના પ્રથમ દિવસથી જ ગુરૂભક્તિ, વૈયાવચ્ચ, સહિષ્ણુતા, ઉદારતા, નિરભિમાનતા, ધ્યાન, સ્વાધ્યાય, તપશ્ચર્યા, સરલતા આદિ ગુણોમાં ગુરૂકૃપાથી અભિવૃદ્ધિ કરતા જ રહ્યા.
પૂ. કૃપાળુ ગુરૂદેવને કાયમ માટે છોડી જનાર, આજીવન સખા પંડિત મ. શ્રી નવલચન્દ્રજી સ્વામીની ચિર વિદાય લઈ નવલ-કેવલની જોડીને ખંડિત કરનાર મુનિશ્રીના તેજસ્વી ચહેરા પર ક્યારેય ગુસ્સાની ઓછી રેખા જોવામાં આવી ન હતી. તેઓશ્રીની ગુરૂભક્તિ પણ અવર્ણનીય હતી, તેથી ગુરૂકૃપા સારી તેમણે પ્રાપ્ત કરી હતી.
તેમની પુણ્યતિથિ અષાઢ વદિ-૧૧ ના દિવસે મનાવાય છે.
(લીંબડી અજરામર સંપ્રદાયની સુવિશુદ્ધ પરંપરા)
“અજરામર વિરાસત”ના આધારે
લીંબડી સંપ્રદાયની તે વખતની પરંપરા પ્રમાણે સાધુ સંમેલન ભરાય અને ત્યાર પછી જ ગાદીપતિ પદ તથા આચાર્ય પદ એમ બે પદવીઓ બે મહાપુરૂષોને આપવામાં આવતી. ક્યારેક પદવી એક જ મહાપુરૂષને અપાતી ક્યારેક એક પદવી અપાતી પણ સાધુ સંમેલન બોલાવીને જ આપવામાં આવતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org