________________
આ છે અણગાર અમારા
૩૪૧ કાકા તથા મોટાં બહેન પાસેથી દીક્ષાની લેખિત અનુમતિ મેળવી.
સંવત ૧૯૯ર મહા સુદ-૪ સોમવારે માળારોપણ કરવામાં આવ્યું. દીક્ષાની શોભાયાત્રા મહા સુદ-૧૪ ગુરૂવારે તેમના કાકા શ્રી મુળજીભાઈ પેથાભાઈના ઘરેથી નીકળી. ભચાઉ શહેરની ઉત્તર દિશામાં આવેલ ગાલા રવા આણંદાની વાડીમાં જઈ પહોંચી શુભ મુહૂર્ત પૂજ્યપાદ આચાર્યશ્રી ગુલાબચન્દ્રજી સ્વામીએ દીક્ષા આપી. અને શાન્તમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામીના પટ્ટશિષ્ય તરીકે જાહેર કર્યા. તેમનું નૂતન નામ કેવલચન્દ્રજી સ્વામી રાખવામાં આવ્યું. તેમની વડી દીક્ષા કચ્છ અંજારમાં થઈ હતી.
જ્ઞાનં તતો નિર્નરર્થમMય નિર્જરા માટે જ્ઞાન મેળવ. અંજારમાં વડી દીક્ષા થઈ ગયા પછી પૂજય સાહેબ આદિ ઠાણાઓ ગ્રામાનુગ્રામ વિચરતા (૨) માંડવી પધાર્યા. તે વખતે શતાવધાની પંડિત શ્રી રત્નચન્દ્રજી સ્વામી પંજાબ તરફ વિચરતા હતા. તેમની પ્રેરણાથી પંજાબના પંડિતજી બન્ને નાના મુનિરાજ શ્રી નવલચન્દ્રજી સ્વામી તથા શ્રી કેવલચન્દ્રજી સ્વામીને અભ્યાસ કરાવવા આવ્યા. તેમની પાસે બન્ને મુનિરાજો સિદ્ધાન્ત ચન્દ્રિકા, હિતોપદેશ, પંચતંત્ર તથા અન્ય સંસ્કૃત સાહિત્યનું વાંચન કર્યું.
સંવત ૧૯૯૩ ના ગુંદાલા ચાતુર્માસમાં પંડિત શ્રી રામકૃષ્ણ પાસે સિદ્ધાન્ત ચન્દ્રિકા ઉત્તરાર્ધ-દશગણનું પુનરાવર્તન, પ્રક્રિયા તેમ જ કૃદન્ત કર્યા. ત્યાર બાદ છે વર્ષ સુધી આગમોનું અધ્યયન કર્યું. સંવત ૧૯૯૯ અને ૨૦૦૦ ના ચાતુર્માસમાં પં. શ્રી કરૂણાશંકર ઓધવજી પાસે વ્યાકરણ, કિરાતાર્જનીય મહાકાવ્ય તથા નૈષધ સાથે અન્ય સાહિત્યનું વાંચન કર્યું.
સંવત ૨૦૦૧ ની સાલે સાયલામાં સદાનંદી મ. શ્રી છોટાલાલજી સ્વામી ભેગા થયા. તેમને તે વખતે ચકરીની તકલીફ હતી તેથી પંડિત શ્રી કેવલચન્દ્રજી સ્વામીને પોતાની સાથે રાખવા પૂજય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી તથા શાન્તમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામીને વિનંતી કરી. બન્ને પૂજ્યોએ અનુમતિ આપી તેથી તેમનું તે ચાતુર્માસ મોરબીમાં સદાનંદી મહારાજ સાથે થયું. તે ચાતુર્માસમાં પોતે વ્યાખ્યાન ફરમાવતા તથા સદાનંદી મ. શ્રી પાસે ઠાણાંગ સૂત્રની વાચના લીધી. પંડિત મ. શ્રીના વિનય, વૈયાવચ્ચ અને સરળતાના ગુણથી સદાનંદી મહારાજને તેમના તરફ ખૂબ જ સર્ભાવ થયો.
સંવત ૨૦૦૨ નું ચાતુર્માસ વઢવાણ કર્યું. ત્યાં જામનગરના વેદાન્તશાસ્ત્રી શ્રી વ્રજલાલ વાલજી ઉપાધ્યાય પાસે વ્યાકરણ, કાવ્ય સાથે સાહિત્યનું વાંચન કર્યું. ત્યાર બાદ તર્કસંગ્રહ, સિદ્ધાન્ત મુક્તાવલિ વગેરે ન્યાયના ગ્રન્થોનો અભ્યાસ કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org