________________
૩૨૪
શ્રી નવલચન્દ્રજી સ્વામી
એક સરખી રીતે વહન કરી અને દરેક શિષ્યના હૃદયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું. તેમણે ‘સમદર્શી’ વિશેષણને સાર્થક કર્યું હતું. આવા મહાન ગુરૂની કયા શબ્દોમાં સ્તુતિ કરવી તે જ સમજાતું નથી. તેમનામાં માતા જેવું વાત્સલ્ય અને મમતા હતાં, પિતા જેવો પ્રેમ હતો, ભાઈ જેવો સ્નેહ હતો. ટૂંકમાં ગુરૂ તરીકેના બધા સદ્ગુણો તેમના જીવનમાં જોવા મળતા.
गुरुर्माता गुरुत्राता, गुरुर्भ्राता गुरुः पिता ।
गुरु शान्ति कृपादाता, तस्मै श्री गुरवे नमः ॥ - लेखक
ભાવાર્થ : ગુરુ માતા છે, ત્રાતા છે, પિતા છે, શાન્તિદાતા છે, કૃપાદાતા છે, ટૂંકમાં ગુરૂદેવ જ સર્વસ્વ છે, તે સદ્ગુરૂને ભાવપૂર્વક નમસ્કાર.
સૌને વહાલા સદ્ગુરૂદેવ
પૂજ્ય ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી જેમના પરિચયમાં આવતા તેમના પ્રિયપાત્ર બની જતા.દરેકના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરતા. એક વખત શાન્ત મૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી તથા પૂ. ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ બોટાદ તરફ પધારેલા. તે વખતે બોટાદ સંપ્રદાયના આચાર્ય હતા પૂણ્ય પ્રતાપી શ્રી માણેકચંદજી સ્વામી. તેઓ શિષ્ય પરિવાર સહિત બોટાદમાં બિરાજતા હતા. પૂજ્ય શ્રી આદિ ઠાણાઓની સરલતા તથા નમ્રતાથી પૂ. શ્રી માણેકચંદજી સ્વામી ખૂબ જ પ્રભાવિત થયા. ફક્ત બે જ દિવસ રહેવાના હતા તેના બદલે પૂજ્યશ્રીએ તેમને આગ્રહ કરી અઢાર દિવસ રોક્યા. એટલું જ નહિ પણ પૂજ્યશ્રીને ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીમાં ખૂબ જ પાત્રતા દેખાઈ તેથી પોતે ધારેલ અમુક આમ્નાયો તથા આકાશ મંડળ વગેરેનું જ્ઞાન પ્રેમથી કરાવ્યું અને શુભાશીર્વાદ આપ્યા.
આજે પણ અન્ય સંપ્રદાયના સંતોનું મિલન થાય અને પૂ. ગુરૂદેવ વિશે વાતચીત નીકળે ત્યારે ઘણા સંતોના શ્રી મુખેથી એવા ઉદ્ગારો નીકળે કે, “તમારા ગુરૂદેવ નવલચન્દ્રજી સ્વામી ખૂબ જ વ્યવહારકુશળ હતા. તેમની ઉદારતા અને વિશાળતા પ્રશંસનીય હતી. તેઓ સ્થિતપ્રજ્ઞ હતા. એમની લાગણી અને પ્રેમભાવ અંતરના હતા. દેખાવ ન હતો. તેમનામાં જરાય કૃત્રિમતા ન હતી’ આવા શબ્દો સંતોના મોઢે સાંભળીએ ત્યારે ધન્યતાનો અનુભવ થાય કે ગુરૂ તો આવા જ હોજો . સાળું મો તહરૂ પસંસમાં । (દશ. ૭) સંતોના પ્રશંસાપાત્ર બને છે.
કોઈ પણ સંપ્રદાયમાં કાંઈ ગૂંચવાડો ઊભો થાય, કોઈ જટિલ પ્રશ્નો ઉપસ્થિત થાય ત્યારે તે તે સંપ્રદાયના જવાબદાર સંતો પૂજ્ય ગુરૂદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામીનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org