SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા “આદર્શ શિષ્ય’ જે શિસ્તમાં રહે તેનું નામ શિષ્ય, ગુરુની આજ્ઞાનું પાલન કરે તેનું નામ શિષ્ય, ગુરુની આંખના ઈશારે ચાલે તેનું નામ શિષ્ય. આવા ગુણોથી યુક્ત શિષ્ય અવશ્ય ગુરુની કૃપા પ્રાપ્ત કરી શકે. ૩૨૧ સંયમ અંગીકાર કર્યા પછી નવદીક્ષિત મુનિ શ્રી નવલચન્દ્રજી સ્વામીએ પોતાનું સમસ્ત જીવન ગુરુદેવના શરણે સમર્પિત કરી દીધું. “આણાએ ધમ્મો’’ અને “આણાએ તવો” આ બે મહાવાક્યોને આત્મસાત્ કરી લીધાં. પૂ. ગુરુદેવ તથા વડીલ સંતોની સેવા વૈયાવચ્ચ સાથે અભ્યાસમાં આગળ વધવા લાગ્યા. દીક્ષિત થયા ત્યારે નાગજી સ્વામીની ઉંમર ૫૦ વર્ષની હતી પરંતુ નવલચન્દ્રજી સ્વામીની ઉંમર તો ફક્ત ૧૨ જ વર્ષની હતી. આ બાલમુનિને જોઈ લોકો ધન્યતા અનુભવતા. તેમના મુખમાંથી સહજ શબ્દો સરી પડતા, ધન્ય છે આ મુનિને ! શું એમનો ત્યાગ !! જેમ અનાથી મુનિને જોઈ શ્રેણિક મહારાજના મુખમાંથી શબ્દો સરી પડેલાભાવાર્થ : શું આ મુનિનું રૂપ છે ! શું આર્યની સૌમ્યતા છે !! શું આની ક્ષમા અને નિર્લોભતા છે !!! તથા ભોગો તરફ શું આમની અરુચિ છે !!! ધન્ય છે આવા મહાન ત્યાગી આત્માઓને ! કૂંચી રૂપે તત્ત્વ મને, કાનમાં કીધું રે (૨) પીયુષ ગણી તુરત તેને, પ્રેમથી પીધું રે... શાંતિ માટે સદ્ગુરુનું શરણું... પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી અપૂર્વ વાત્સલ્યભાવથી બાલમુનિને અભ્યાસ કરાવી રહ્યા હતા. મુનિશ્રી પણ ખંતથી વિનયપૂર્વક વિદ્યાગ્રહણ કરતા હતા. જ્યાં પાત્રતા હોય, નમ્રતા હોય ત્યાં જ્ઞાનદાતાને જ્ઞાન આપવામાં અપૂર્વ આનંદ આવે. અહીં તો આદર્શ ગુરુ અને આદર્શ શિષ્યની જોડી હતી પછી પૂછવાનું જ શું હોય ? એક વિદ્વાને બહુ સુંદર કહ્યું છે કે “Grace of the Guru and faith of the disciple leads to salvation” અર્થાત્ ગુરુની કૃપા અને શિષ્યની શ્રદ્ધા મોક્ષમાં લઈ જાય છે. થોડા સમયમાં દશવૈકાલિક, ઉત્તરાધ્યયન વગેરે સૂત્રો કંઠસ્થ કરી લીધાં. ગુરુદેવ પાસેથી શાસ્ત્રની ધારણાઓ, જૈન ઈતિહાસની તેમ જ પુરાણી પરંપરાનો બહોળો અનુભવ પ્રાપ્ત કરી લીધો. સંયમી જીવનનું સારું ઘડતર થવા લાગ્યું. અનુભવીઓએ ગુરુને કારીગરની ઉપમા આપી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy