________________
આ છે અણગાર અમારા
૩૧૯ દીક્ષાની મંજૂરી આપ્યા પછી ઘેર જઈને નાથાભાઈએ વિચાર કર્યો કે કુમળા છોડ જેવા મારા એકના એક પુત્રને દીક્ષા લેવાની રજા આપી તો હવે મારે આ સંસારમાં શા માટે રહેવું જોઈએ ? તેમના અંતરમાં આ વિચારો દૃઢ થવા લાગ્યા કે મારે આ સંસારમાં રહેવું જ નથી. હ્મયની સાચી ભાવના હંમેશા પૂર્ણ થાય જ છે, ખરું જ કહ્યું છે કે – "Hearts's earnest and pure desire is always fulfilled"
દયની તીવ્રતમ અને પવિત્ર ઈચ્છા હંમેશા પૂર્ણ થાય છે. સંયમ લેવાની વિચારધારા ચાલી રહી હતી તે જ વખતે શાન્તમૂર્તિ મ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી વહોરવા માટે નાથાભાઈના ઘરે આવ્યા ત્યારે બોધ આપ્યો કે હવે એકલા સંસારમાં રહેવા કરતાં સાધુજીવનમાં આવો. બાપ - દીકરાની જોડી સંયમી જીવનમાં દીપી ઊઠશે. વળી તમારા આવવાથી આપણે ભચાઉના ચાર ઠાણા થશું.
આ શબ્દો સાંભળતાં જ પોતે કરેલ વિચાર પૂ. મહારાજ સાહેબને જણાવ્યો અને ઉપાશ્રયમાં આવી પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચંદ્રજી સ્વામીને પોતાના અંતરનો ભાવ દર્શાવ્યો. પૂજ્યશ્રીએ જ્યારે તેમની આ ભાવના જાણી ત્યારે ખૂબ જ ખુશ થયા અને સાથે રહીને અભ્યાસ કરવાની પ્રેરણા આપી. દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં કહ્યું છે કે –
पच्छावि ते पयाया, खिप्पं गच्छंति अमरभवणाई।
जेसिं पिओ तवो संजमो, य खंती च बंभचेरं च ॥ ભાવાર્થ : જેમને તપ, સંયમ, ક્ષમા, બ્રહ્મચર્ય પ્રિય છે તેવા આત્માઓ કદાય પાછલી અવસ્થાએ મહાભિનિષ્ક્રમણના માર્ગે પ્રયાણ કરે તો તેઓ શીધ્ર મોક્ષને પામે, અથવા કર્મ બાકી રહે તો સ્વર્ગ પ્રાપ્ત કરે છે.
પૂજય સાહેબ શ્રી આદિ ઠાણાઓ ભચાઉથી વિહાર કરીને અનુક્રમે ચૈત્ર માસમાં અંજાર પધાર્યા ત્યારે ભચાઉથી શ્રી નાથાભાઈએ અંજાર આવી અભ્યાસ શરૂ કર્યો. ગૃહસ્થ જીવનમાં અક્ષર જ્ઞાન બિલકુલ ન હતું જેથી કવિવર્ય મ. શ્રી વીરજી સ્વામી પાસે અભ્યાસ કરવા લાગ્યા. દિવસે અક્ષરજ્ઞાન અને રાત્રે સામાયિક-પ્રતિક્રમણ મોઢે દઈ કવિવર્ય મ. શ્રી તેમને ભણાવવા લાગ્યા. છ મહિનામાં તો અક્ષરની વાંચણી અને સામાયિક-પ્રતિક્રમણ શીખી લીધાં. સદ્ગુરુની કૃપા અને પોતાનો પુરુષાર્થ આ બે વસ્તુ હોય તો કાંઈ અશક્ય નથી.
તે વર્ષનું ચાતુર્માસ પૂજ્ય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓનું બિદડા (કચ્છ)માં હતું. જ્યારે શતાવધાની મ. આદિ ઠાણા અંજાર ચાતુર્માસ હતા. ત્યાં કારતક વદમાં શતાવધાની મ. ના સાનિધ્યમાં ભચાઉથી આવેલ નાથાભાઈના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org