________________
૩૦૨
શ્રી રુપચન્દ્રજી સ્વામી
સમાધિનો ભંગ થાય તેમ ન બોલીએ, જતનાપૂર્વક બોલીએ. તેઓશ્રી મૃદુ, મધુર અને પ્રમાણસર જ બોલતા. મોઢા ઉપર પણ શાંતિ તરવરતી તેથી તેમને, “શાન્તમૂર્તિ'નું બિરુદ મળ્યું હતું.
અપૂર્વ યાદશક્તિ પૂજ્ય સાહેબની યાદશક્તિ વૃદ્ધાવસ્થામાં પણ તીવ્ર હતી. પાંચ પાંચ પેઢીના નામ પરિચિતોનાં આપતા ત્યારે સામેવાળા આશ્ચર્યચકિત થઈ જાય. ૫ કે ૧૦ વરસ પછી પણ કોઈ પરિચિત ભાવિકો દર્શનાર્થે આવ્યા હોય ત્યારે તુરત નામ-ઠામ વગેરે કહી દે. વર્ષો પહેલાં રટણ કરાયેલ શાસ્રની ગાથાઓ, શ્લોકો તથા સેંકડો કાવ્યો, વ્યાખ્યાનોપયોગી સાહિત્ય વગેરે છેક ૯૬ વર્ષની અંતિમ અવસ્થા સુધી તરત બોલી સંભળાવતા.
આશા ઔરનકી ક્યા કીજે ?
પૂજ્ય આચાર્ય ભગવંતે દીક્ષિત જીવનના પ્રારંભના પાંચ દાયકા પોતાના ગુર્વાદિક વડીલોની સેવા-વૈયાવચ્ચમાં પસાર કર્યા હતા. નાના સંતોની સેવા કરતાં પણ તેઓ સંકોચ પામતા નહિ. શારીરિક સ્વાસ્થ્ય અતિ સંતોષપ્રદ અને સ્વસ્થ જ રહેતું તેમાં તેમનો નિયમિત આહાર અને પથ્ય ખોરાક કારણભૂત હતા. સેવાભાવનાના સર્વોચ્ચ સંસ્કાર પાછલી ઉંમરમાં પણ એવા જ હતા. પોતાનું કામ પોતે જાતે જ કરવાનો આગ્રહ રાખતા. શિષ્યો એ સેવાનો લાભ લેવા વિનંતી કરતા તો પૂજ્ય સાહેબ તરત જ કહેતા, “જાત મહેનત ઝીંદાબાદ.' જો તમે મને મારું કામ કરવા નહિ દ્યો તો મારા હાથ પગ વગેરેનો વ્યાયામ છૂટી જશે. સ્ફૂર્તિ ઓછી થઈ જશે, તેથી જ્યાં સુધી મારા હાથ-પગ ચાલે ત્યાં સુધી મને કરવા દ્યો.
“Health is Wealth.”
સંયમ જીવનના છેલ્લા દિવસ સુધી માંડલામાં આહાર-પાણી કર્યા બાદ પોતાના પાત્રા પોતાના હાથે જ સાફ કરવા, બીજા ખંડમાં આહાર-પાણી કરવાના હોય તો ત્યાં સુધી આવવું વગેરે દરેક ક્રિયાઓ જાતે જ કરતા રહ્યા. તેઓ શ્રી અત્યંત સ્વચ્છતા, સુઘડતા તથા વ્યવસ્થિતતાના આગ્રહી હતા. પુસ્તક, પાત્રા વગેરે ઉપાધિ જેમ તેમ નાના સાધુઓ રાખે તો તરત જ કહેતા, “ભાઈ ! વ્યવસ્થિત મૂકીએ.”
પ્રેમ પ્રદાતા પિતામહ
પૂજ્ય સાહેબનું વાત્સલ્ય અને કૃપાદ્રષ્ટિ અજોડ હતા. તેમનું સ્નેહભીનું વાત્સલ્ય યાદ આવતાં ભીના નયન થઈ જાય છે. તેમનો પ્રેમભાવ નાના મોટા દરેક ઉ૫૨ એક સરખો હતો. કોઈ સાધુ બીમાર પડે કે તરત જ તેઓ પાસે આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org