________________
આ છે અણગાર અમારા
૨૯૭ ચારિત્રનાયક શ્રી પૂજય સાહેબ તરીકે આવ્યા પછી સાધુઓ તો વધ્યા પરંતુ દરેક રીતે સંપ્રદાયની પ્રગતિ થઈ. પૂજય સાહેબ શ્રી ગુલાબચન્દ્રજી સ્વામીના સમયમાં જેવી જાહોજલાલી હતી તેવી જ ધાર્મિક જાહોજલાલી પૂ.શ્રીના વખતમાં પુનરાવૃત્તિ પામી.
આચાર્યપદ પ્રદાન
વિ.સં. ૨૦૧૮ના બીજા વૈશાખ મહિનામાં લીંબડીમાં તમામ સાધુઓનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં પુણ્યપ્રભાવક પૂજ્ય સાહેબ શ્રી રુપચન્દ્રજી સ્વામીનો આચાર્યપદે અભિષેક કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો. બીજા વૈશાખ સુદ-૧૩ ગુરુવારે ચતુર્વિધ સંઘની વિશાળ હાજરીમાં ભવ્યતાથી લીંબડી સંપ્રદાયની ગાદીએ ૮૭માં પટ્ટઘર તરીકે વિધિસર આચાર્યપદવી આપવામાં આવી. તે આચાર્યપદના પ્રતીકની પછેડી પંડિત મ. શ્રી ચુનિલાલજી સ્વામીએ ચતુર્વિધ સંઘની ઈચ્છાથી ઓઢાડી.
પૂજય આચાર્ય શ્રી રુપચન્દ્રજી સ્વામીનો પુણ્ય પ્રભાવ એવો હતો કે સમગ્ર ચતુર્વિધ સંઘના દયમાં તેઓશ્રીએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમાં તેમનો સુવિશુદ્ધ સંયમ, સ્વાભાવિક સરલતા અને નમ્રતા વગેરે સદ્ગુણો પણ કારણભૂત હતા. ગચ્છ સંચાલનની કપરી જવાબદારી, પૂ. આચાર્ય સાહેબના આશીર્વાદ અને પ્રેરણાથી તેમના જ અંતેવાસી જૈન ઈતિહાસના પારગામી થવીરપદ વિભૂષિત, ગીતાર્થ ગુરુદેવ શ્રી નવલચન્દ્રજી સ્વામી વહન કરી રહ્યા હતા. ખરેખર સોનામાં સુગંધ ભળી હતી. આ આચાર્યદેવ અને આવા પ્રવર્તક (કાર્યવાહક) મળવા મુશ્કેલ. આવા પ્રતાપી પુણ્યાત્માઓની ખામી સાંપ્રતકાળે વર્તાઈ રહી છે તે પણ કલિકાળની બલિહારી છે.
'શાસન પ્રભાવક આચાર્યદેવ
પૂજ્ય શાસન પ્રભાવક આચાર્યશ્રીના પગલે પગલે દરેક ક્ષેત્રોમાં અપૂર્વ જાગૃતિ આવતી. માન સરોવરના હસો ઊડીને ગમે ત્યાં જાય તોપણ તે મહામંડલને શોભાવનારા જ બને. ત્યારે આ તો પરમહંસ. એમના પરમ પુણ્યોદયે અનેક મુમુક્ષુ આત્માઓ ચરણોમાં સંયમી જીવન અંગીકાર કરવા માટે તૈયાર થઈ જતા. તેઓશ્રીના ૧૪ વર્ષના શાસનકાળમાં કુલ ૧૨૬ મુમુક્ષુઓની દીક્ષા થઈ હતી. તેમાંથી ૬૧ જેટલા ભવ્યાત્માઓ તો એમના જ શ્રીમુખે સંયમ સ્વીકારવામાં સદ્ભાગી બન્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org