SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૨૯૫ બરાબર પુલની મધ્યમાં પહોંચ્યા અને અકદમ ગાડીની વ્હીસલનો તીક્ષ્ણ અવાજ કાને અથડાયો, ધમધમાટ કરતી ગાડી આવી રહી હતી. નીચે ઉતરી શકાય તેમ નથી, બીજો કોઈ રસ્તો નથી, શું કરવું ? ઝડપભેર ચાલવાનું શરુ કર્યું પણ ઉપરાઉપરી વ્હીસલનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ટ્રેન ઘણી નજીક આવી ગઈ હતી. પૂ. ગુરુમહારાજે બધાને સૂચના આપી કે સાગારી સંથારો લઈ લ્યો અને જો ટ્રેન એકદમ નજીક આવી જાય તો નીચે નદીમાં કૂદી પડવાનું. નવકાર મંત્રના સતત સ્મરણ સાથે ચાલવાની ગતિ વધારી. મહામંત્ર ઉ૫૨ની અજોડ શ્રદ્ધા અને આયુષ્યના બળે હેમખેમ પુલ ઓળંગાઈ ગયો. કિનારે પગ મૂક્યો તે જ ક્ષણે ધસમસતી ગાડી આવી પહોંચી પરંતુ ચારે મુનિરાજો મૃત્યુના મુખમાંથી બચી ગયા. પસીનો લૂંછતા ડ્રાઈવરે બે હાથ જોડીને નિરાંતનો દમ લેતાં સંતોનું અભિવાદન કર્યું. સડસડાટ દોડી જતી ગાડીને પૂ. ચારે ગુરુભગવંતો નિહાળતા રહ્યા અને સ્વગત બોલી ઉઠ્યા, “હજારો, મંત્ર શું કરશે ? મારો નવકાર બેલી છે.’ ચતુર્મુખી જીવનઘડતર શાન્તમૂર્તિ પૂ. શ્રી રુપચન્દ્રજી સ્વામીજીના જીવનઘડતરમાં મુખ્યત્વે ચાર મહાપુરુષોનો ફાળો હતો (૧) આગમવિશારદ પૂ. આચાર્ય શ્રી ગુલાબચન્દ્રજી સ્વામી (૨) કવિવર્ય ગુરુદેવ શ્રી વીરજી સ્વામી (૩) પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી સ્વામી (૪) અધ્યાત્મપ્રેમી ભાઈચંદજી સ્વામી. આવા મહાપુરુષોના હાથે જીવનઘડતર થયું હોવાથી પૂજ્યશ્રીનું જીવન નંદનવન જેવું બની ગયું હતું. એમાં સેંકડો ગુણપુષ્પો ખીલ્યાં હતાં. સાદાઈ, સમતા અને સંયમ સુવાસ જન જનના દિલમાં ફેલાવીં સૌના આદરણીય બન્યા હતા. ગુરુભગવંતોની કૃપાથી તથા પોતાના પુણ્યથી શ્રમણવૃંદમાં પ્રથમ પંક્તિએ બિરાજ્યા હતા. जपात् सिद्धिः जपात् सिद्धः, जपात् सिद्धिर्न संशयः । પૂજ્ય સાહેબની જપ સાધનાથી તથા પ્રાર્થનાની અભિરુચિ અવર્ણનીય હતી. પ્રારંભિક જીવનથી માંડીને જીવનના છેલ્લા શ્વાસ સુધી હાલતા-ચાલતા, ખાતા-પિતા, સૂતા-ઊઠતા આદિ દરેક ક્રિયામાં નવકાર મંત્ર તથા પ્રભુપાર્શ્વનાથનું રટણ કરતા હતા. આનંદધન ચોવીસી, યશોવિજય ચોવિસી તથા બીજા સેંકડો ભાવવાહી જૂના પ્રાર્થના પદો તેમને મોઢે હતા. નિયમિત, સવારે રાત્રીય પ્રતિક્રમણ થઈ ગયા પછી તેઓશ્રી તથા તેમના પરમ અંતેવાસી તત્ત્વજ્ઞ મ. શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy