________________
૨૮૮
શ્રી રુપચન્દ્રજી સ્વામી
આવૃત્તિ-૭ તથા પ્રાર્થના મંદિર (આવૃત્તિ ઘણી) વગેરે પુસ્તકોમાં છે. તેમનાં પદો અત્યારે પણ એટલા જ લોકપ્રિય છે. આમ કવિને પણ શાસનપ્રભાવક કહ્યા છે.
આખરી વિદાય
તા. ૧૭-૧૨-૬૪ નો એ દિવસ હતો. આખો દિવસ મહારાજ સાહેબે આંગતુકોને વાણી દ્વારા ખૂબ શાંતિ પમાડી. પરિશ્રમ ઠીક ઠીક પહોંચ્યો. પ્રતિક્રમણ કર્યું પરંતુ સમૂહ પ્રાર્થનામાં તે દિવસે ન બેઠા. ‘છાતીમાં દુઃખે છે’ એમ કહી જેવા સૂતા તેવો શ્વાસ ચઢતો. પૂ. ચુનીલાલજી મહારાજે પૂછ્યું, “શું થાય છે ?” પૂ. શ્રીએ કહ્યું, “પૂ. નાગજી સ્વામીને જેવો શ્વાસ ચઢેલો, તેવો શ્વાસ જણાય છે.’ પૂ. ચુનીલાલજી મ. આ સાંભળી તાજુબ થઈ ગયા. બસ, ડૉક્ટર આવે તે પહેલાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરુપિત ધર્મ એ ચાર શરણાં સ્વીકારી રાતના ૧૦-૨૫ મિનિટે ચિર વિદાય લીધી. (વિસ્તારથી તેમનું જીવન ચરિત્ર વાંચવા તેમનો શતાબ્દિ ગ્રંથ વાંચવો.)
*
પ્રવચન પ્રભાવક પ્રશાન્તમૂર્તિ પૂ. આચાર્ય શ્રી રૂપચન્દ્રજી સ્વામી
જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર | નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર ॥
આ પ્રસિદ્ધ સાખીને માતા વીંઝઈબાઈએ અક્ષરશઃ સત્ય સાબિત કરી આપેલ છે તે આ મહાપુરુષનું સુવિશુદ્ધ સંયમમય જીવન વાંચવાથી ખ્યાલ આવી
શકશે.
કચ્છના નાનાં મોટાં શહેરોમાં ભચાઉની પણ ગણતરી થાય છે. કચ્છના પ્રવેશદ્વાર સમાન આ પવિત્ર ભૂમિમાં વીસા ઓસવાળ જ્ઞાતિનાં આશરે ૫૦૦ ઘર છે. તેમાં તેજસિંહભાઈ જેઠાભાઈ ગાલા નામના સગૃહસ્થ ત્યાં રહેતા હતા. તેમનાં ધર્મપત્નીનું નામ વીંઝઈબાઈ હતું. દંપતીને ધર્મમાં સારી શ્રદ્ધા હતી. ખેતીવાડીનો વ્યવસાય હતો. સંતોષમય જીવન હતું તેથી સમાજમાં તેમની સારી છાપ હતી. આનંદપૂર્વક દિવસો પસાર થઈ રહ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org