________________
શ્રી રત્નચન્દ્રજી સ્વામી
તા. ૧૫-૫-૪૧ ગુરુવારે બપોરના બે વાગ્યે પંડિત સૂર્યભાનું તથા રુઇયા કોલેજના એક પ્રોફેસર સાથે જૈન ગામોમાં વર્ણવેલા સામાજિક રીતિ રિવાજો વિષે દોઢ કલાક ચર્ચા કરી, તેમને જોઇતી માહિતી આપી. ત્યાર પછી સાંજે જૈન પ્રકાશના તંત્રી શ્રી હર્ષચન્દ્ર દોશી સાથે વીર સંઘ સમિતિ સંબંધી વાતચીત કરી માહિતી મેળવી.
૨૬૮
સાંજે નિયમ પ્રમાણે આહાર પાણી-લઇ પ્રતિક્રમણ કર્યું. ત્યારબાદ વડા શિષ્ય પુનમચન્દ્રજીને બોલાવી કલાકેક વાતચીત કરી. રાત્રે સાડા દશ વાગતાં મુંબઇ સકળ સંઘના ટ્રસ્ટીશ્રી ગિરધરલાલ દફતરી સાથે વીર સંઘ સમિતિ અને શિક્ષણ સમિતિનાં કાર્યો સંબંધી ચર્ચા કરી અને તે કાર્યોની સફળતા માટે માર્ગદર્શન આપ્યું. રાતે અગિયાર વાગ્યે શયન કર્યું. પોણા બાર વાગ્યા સુધી શિષ્યોની પૂછપરછ ઉપરથી તબિયત સારી હતી એમ જાણવા મળ્યું પરંતુ રાત્રે અઢી વાગતાં તબિયત બગડતી જણાઇ. લોહીનું દબાણ વધી ગયું. શ્વાસ વધતો જણાયો, પક્ષઘાતની અસર જણાઇ.
શિષ્યોએ તેમને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો પણ બેભાન દશા જણાઇ. તુરંત વિવિધ સાગારી સંથારો કરાવ્યો. ડૉ. ને બોલાવવામાં આવ્યા. બ્લડ પ્રેશર ૨૩૦ સુધી વધી ગયું. મુંબઇમાંથી બીજા ડૉ. ને બોલાવવામાં આવ્યા પરંતુ તે પહેલા જ પરોઢના ૪-૫૦ મિનિટે તેમણે સમાધિભાવે દેહત્યાગ કર્યો. વીર સંઘની યોજના જ જાણે શ્રી રત્નચન્દ્રજી મ. નો અંતિમ શ્વાસ હતો. તે ગોઝારો સમય હતો. સંવત ૧૯૯૭ વૈશાખ વિદ ૬ શુક્રવાર તા. ૧૬-૫-૧૯૪૧. અંતિમશ્વાસ સુધી સ્વ-૫૨ કલ્યાણ કરવામાં જીવન પસાર કર્યું. પોતાના ઉજ્જવળ ગુણોથી આ ઉક્તિ સાર્થક કરી.
જબ તૂ આયા જગતમેં, જગ હસે તૂ રોય ઐસી કરણી કર ચલો, તૂ હસે જગ રોય
ગામેગામમાં શ્રદ્ધાંજલિઓની વૃષ્ટિ
આ દુઃખદ શોકજનક સમાચાર સર્વત્ર પ્રસરી જતાં દેશભરના મુખ્ય મુખ્ય નગરોથી શોકદર્શક તારો આવ્યા, ઠેર ઠેર શોકસભાઓ ભરાઇ, એ પવિત્ર જીવનના ગુણગાન ગવાયાં, તેમના જીવનસંદેશના સ્મરણો કરાવાયાં, શ્રદ્ધાંજલિ કાવ્યો રચાયાં, પ્રશસ્તિનાં શ્લોકો લખાયા, વર્તમાનપત્રોએ મૃત્યુ નોંધ લખીને તેમના જીવનકાર્યની સમાલોચના કરી. આમ દેશના ચારે ખૂણેથી એમના અમર આત્મા ઉપર શ્રદ્ધાંજલિઓની વૃષ્ટિ થઈ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org