________________
આ છે અણગાર અમારા
૨૫૯ થઇ. એકબીજાના જ્ઞાન અને અનુભવોનો લાભ મળ્યો. આ બધું જમા પાસું હતું, છતાં જે ઉદેશથી સંમેલન મળ્યું હતું, તે ઉદ્દેશ પૂરા વાસ્તવિક સ્વરૂપમાં પાર પડ્યો ન હતો. વિહારવરિયા રૂષિ પસંસ્થા - દશ, ચુ. ૨ શ્લો-૫
विहारचर्या ऋषिणां प्रशस्ता । “સાધુ તો ચલતા ભલા.” ઉપરોક્ત શાસ્ત્ર વચન અને આ લોકોક્તિ પ્રમાણે સાધુ વધારે વિહાર કરે તો વધારે લાભનું કારણ બને. સાધુ સંમેલનની સમાપ્તિ પછી પંડિતરાજ શ્રી રત્નચન્દ્રજી મહારાજને જયપુરના સંઘ તરફથી ચાતુર્માસ માટે વિનંતિ આવી હતી એટલે તેઓએ ઉત્તર ભારત તરફ વિહાર કર્યો. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જૈને જીવનનો તેમને સારો પરિચય થયો હતો પરંતુ હવે ઉત્તરના પ્રાંતોનું જૈન જીવન જોવાની તેમને અભિલાષા હતી.
નમસ્કાર હો ઉપાધ્યાયોને, ભણે ભણાવે આગમસાર)
અજમેરથી બધા મુનિઓ વિહાર કરી જાય તે પૂર્વે શ્રી રત્નચન્દ્રજી મહારાજે બધા સંપ્રદાયના આચાર્યોને વિનંતી કરી હતી કે, “આપના શિષ્યોને અભ્યાસ કરાવવાની તક મને આપો.” તેમની ઈચ્છા એવી હતી કે જયપુર ચાતુર્માસ દરમ્યાન જે કોઇ મુનિઓએ સંસ્કૃત, પાકૃત કે જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરવાની ઇચ્છા હોય તેઓ જયપુરમાં રહે અને પોતે તેમને અભ્યાસ કરાવશે.
આ પ્રસંગ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે તેમને કોઈ પણ સંપ્રદાયના સાધુ પ્રત્યે પક્ષપાત ન હતો. જ્ઞાનદાનની તીવ્ર ઇચ્છા તેમનામાં હતી. સ્થાનકવાસીના સાધુઓને જ્ઞાનાભ્યાસમાં આગળ વધારવાની તેમની કેટલી ધગશ હતી ! છેવટે જયપુરના ચાતુર્માસના ચાર પંજાબી મુનિઓ અને આઠ મારવાડી મુનિઓ મળી કુલ્લ ૧૨ ઠાણા તેમની પાસે રહ્યા. તેમાંના ત્રણ પંજાબી મુનિઓ, ચાર મારવાડી મુનિઓ તથા બે પોતાના શિષ્યો એમ નવ ઠાણાઓને સંસ્કૃત તથા અર્ધમાગધી વ્યાકરણનો પ્રાથમિક ન્યાયગ્રન્થોનો તથા જૈન આગમનો યથાશક્તિ અભ્યાસ કરાવ્યો.
આ ચાતુર્માસમાં શિક્ષણ કાર્ય ઉપરાંત આગમોલાર સમિતિનું કેટલુંક કાર્ય કર્યું, “રેવતીદાન સમાલોચના” નિબંધ પણ ત્યાં જ લખ્યો હતો. જયપુરની વેધશાળાના મંત્રાલયના અધ્યક્ષ પંડિત કેદારનાથ પાસેથી મંત્રાલયની બધી સમજૂતી તેમણે મેળવી હતી અને જ્યોતિષ ચક્રની ગતિનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવ્યું હતું. તેઓ દરેક વિષયમાં નિષ્ણાત થયા હતા તેથી બહુમુખી પ્રતિભાસંપન્ન યાને “ALL ROUNDED' બન્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org