________________
૨૫૪
શ્રી રત્નચન્દ્રજી સ્વામી (૧) પુસ્તકો સંગ્રહવાનું છોડી દો. પુસ્તકોનો પરિગ્રહ તજો . (૨) એક જ સંપ્રદાયમાં જુદા જુદા ગુરુઓના જુદા જુદા શિષ્યો બનાવવાની
પધ્ધતિ છોડી દઇને એક જ ગુરુના બધા શિષ્યો બને તેવી રીત અપનાવો.
સાધુ સમુદાયમાં માન-મહત્તા-અધિકાર-સત્તા માટેની ભાંજગડો છોડી દો. (૪) વય-અનુભવ-સંયમ-જ્ઞાન-ઉદારતા આદિ ગુણોને યોગ્ય હોય તેના
અધિકારને ઉદાર મનથી સ્વીકારી લો. યોગ્યને જ યોગ્ય અધિકાર મળે તેવા
આગ્રહી બનો. (૫) ઇર્ષા અને નિંદા કરવાનું છોડી દો. (૬) અવિશ્વાસને જન્મ આપનારી ખાનગી વાતોની પ્રવૃત્તિ છોડી દો.
નજીવા કાર્યમાં ક્ષુદ્ર વાદ-વિવાદ ન કરો, એવી પ્રવૃત્તિ કરનારને રોકવા. સંપ્રદાયના સાધુઓનો પરસ્પર સહવાસ તથા સમભાવ વધે તેટલા માટે તેમ જ સાધુઓ સ્પર્ધાપૂર્વક વધુ ને વધુ અભ્યાસ કરવાને ઉત્સાહી બને તે
માટે તેમને સાથે રાખો. અભ્યાસ કરાવો અને તમારા જ્ઞાનનો લાભ આપો. (૯) પરોપકારને લક્ષ્યબિંદુએ રાખી ઉન્નતિનું કાર્ય કરનાર મુનિઓને સહાય કરો. (૧૦) શ્રાવક-શ્રાવિકાઓને સમક્તિ આપીને તેમના ગુરુ થઈ અંધભક્તોના ટોળાં
રચવા બંધ કરો કારણ કે એક તરફ રાગદ્રષ્ટિ અને બીજા તરફ દોષદ્રષ્ટિ
(૭)
(૮)
વધે છે.
(૧૧) એકબીજા સંપ્રદાયના ઉપાશ્રયમાં વ્યાખ્યાન આપવા તથા સાંભળવા જવાની
રુઢિ ચાલુ કરો. સંકુચિતતા છોડી દો. (૧૨) ચાતુર્માસ કરવા માટેનાં ક્ષેત્રોનો પણ ઉદાર મનથી પરસ્પર વિનિમય કરો.
આટલું કરવાથી પરસ્પર સાધુઓમાં પ્રેમ બંધાશે અને આચાર શિથિલતા ટળી જશે.
આ બાર નિયમો ઉપરથી આપણને સમજાય છે કે તેમનામાં સાધુ સુધારણા માટે તીવ્ર તમન્ના હતી. આ સંમેલને તેમના વ્યાખ્યાનમાંની સૂચનાનુસાર ઠરાવો કર્યા હતા. એ ઠરાવો ઉપરથી પ્રસન્ન થઈને વા. મો. શાહે પત્રમાં લખ્યું હતું.
“આ કોઈ ઓછી ખુશખબર નથી. મારી આજ સુધીની ધારણાઓ, સ્વપ્રો, વિચારો, હવાઈ ખ્યાલો એ સર્વનો અમલ થવાનો સર્વને સ્થૂલ રુપમાં આ વિશ્વ પર જોવાનો વખત આવી પહોંચવાનો હવે મને વિશ્વાસ આવ્યો. અહા ! તે દિવસ કેવો સુખી હશે કે જ્યારે આવા વિચારો દરેક સાધુને ઉત્પન્ન થશે અને એના એ વિચારો ઘણા ચોળાવાથી તેમાંથી નીકળતી નવી તંદુરસ્ત અસર સર્વ જૈનોને ધર્મમાં પ્રગતિ કરતા બનાવશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org