SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫) શ્રી રત્નચન્દ્રજી સ્વામી दिनकरो गगनस्य विभूषणं, सुनृपतिर्नगरस्य विभूषणम् । शुभयशो विभवस्य विभूषणं, परिमलुं कुसुमस्य विभुषणम् ॥ અર્થ સરળતા હૃદયનું, વિનય વાણીનું, સદાચાર નરદેહનું, સૂર્ય ગગનનું, સારો રાજા શહેરનું, સુયશ વૈભવનું અને સુવાસ એ ફુલનું વિભુષણ અર્થાત્ શણગાર છે. જયપુરમાં જૌહરી કેશરીમલજી ચોરડિયાએ જૈન ધર્મનો સાર શું છે તે વિષે શ્લોકની માગણી કરી હતી. પંડિતરાજ મ. શ્રી એ અનુરુપ છંદમાં શ્લોક બનાવી અભૂત પાંડિત્યના દર્શન કરાવ્યા. અર્થ : સમદ્રષ્ટિ, અહિંસા અને સ્યાદ્વાદ ભાવના આશ્ચર્યથી જૈન ધર્મ પોતામાં બધા ધર્મોનો સમન્વય કરી લે છે, તેથી કોઈ ધર્મની સાથે જૈન ધર્મમાં વિરોધભાવ નથી. અલવરમાં પંડિત રામચન્દ્રજી ભટ્ટ તમનં વાનીત વિદ્વાન્સ: આ ચરણની પાદપૂર્તિ માગી હતી. તેમણે તરત જ કરી આપી. आर्यान ज्ञातः स्थावरके, नो विज्ञातो नरकेपियः । सद्यो लब्धं नृत्वं, तमलं जानीत विद्वांसः ॥ અર્થ: હે વિદ્વાનો ! સ્થાવરમાં જે આત્માને જાણ્યો નથી, નરક તથા તિર્યંચ ગતિમાં જેને જાણ્યો નથી, તે આત્માને જાણવાનો અવસર મનુષ્ય ભવમાં અત્યારે પ્રાપ્ત થયો છે માટે પુરુષાર્થ કરો. અલવરમાં રાજઋષિ કોલેજના સંસ્કૃતના અધ્યાપક પંડિત શ્રી મન્નારાયણજીએ સંજ્ઞાતિનેત્ર રૂત્ર શાવિપિ . આ પંક્તિ ઉપર પાદપૂર્તિ માગી હતી. આવી કઠણ અને દુર્બોધ અશ્રુતપૂર્વ વાક્યની પાદપૂર્તિ કેવી સરળતાથી અદૂભૂત રીતે કરી બતાવી. अस्यां सभायां जयसिंह भूपः सद्यः समेयात् यदि वायुयाने । द्रष्टुं तदा तं सुदिताः समेयुः, सज्जातनेत्रा इव शाखिनोपि ॥ અર્થ: આ સભામાં અત્યારે પણ જો અલ્વરના રાજા જયસિંહ વાયુ વાનમાં બેસીને આવે તો તેને જોવા માટે પ્રફુલ્લિત થયેલા વૃક્ષો પણ જાણે સત્ર આંખોવાળા થયા હોય એ રીતે જોવા આવે. તેવી રીતે જો આ સભા માનવધર્મ એટલે માનવતાને સાચી રીતે અંતઃકરણથી પ્રાપ્ત કરે, તો તેવી માનવતા ભરેલી સભાને જોવાની ઇચ્છાવાળા દેવતાઓ તો આવે ઉપરાંત વૃક્ષો પણ સત્ર-આંખો જાણે પ્રાપ્ત થઈ હોય એ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy