________________
આ છે અણગાર અમારા
૨૪૩
સં. ૨૦૧૮માં શાન્તસૂતિ પૂ. શ્રી રૂપચન્દ્રજી સ્વામી, પંડિત શ્રી કેવલચન્દ્રજી સ્વામી આદિ ઠાણાઓ તથા મહાસતીજી વેલબાઈ આર્યાજી વિદુષી માણેકબાઈ આર્યાજી, સુવ્યાખ્યાત્રી ઉજ્જવળકુમારી આર્યાજી આદિ સાધ્વીજીઓ તેમની સેવામાં રહ્યા.
સં. ૨૦૧૯માં બા. બ્ર. ચંદનબાઇ આર્યાજી ઠા. ૨. તેમની સેવામાં રહ્યા. સં. ૨૦૨૦ અને ૨૦૨૧માં બા. બ્ર. લીલાવંતીબાઇ આર્યાજી તથા બા.બ્ર. કલાવતીબાઇ આર્યાજી સેવામાં રહ્યા. સં. ૨૦૨૨ અને ૨૦૨૩માં તપસ્વિની ઇન્દ્રાબાઈ આર્યાજી, વિદુષી મ. ચન્દ્રાવતીબાઇ આર્યાજી તથા બા.બ્ર. વિનોદપ્રભાબાઈ આર્યાજી રહ્યાં. સં. ૨૦૨૪માં બા.બ્ર. શ્રી ચંદનબાઈ આર્યા તથા બા. બ્ર. શ્રી આશાબાઇ આર્યાજી રહ્યા. આમ શિષ્યા મંડળે સેવાનો સારો લાભ લીધો.
લીંબડી છ કોટિ સંઘના પૂજ્ય સાહેબ બન્યા. પૂજ્ય સાહેબ શ્રી ધનજી સ્વામી છેલ્લાં થોડાં વર્ષોથી લીંબડીમાં સ્થિરવાસ હતા. તેઓ સં. ૨૦૨૫માં મહાસુદિ - ૧૩ શુક્રવારે કાળધર્મ પામતા પૂ. શ્રી શામજી સ્વામી લીંબડી સંપ્રદાયની ગાદીએ બિરાજયા.
એક દિવસ પડી જતાં ડાબા પગે ફેકચર થઈ ગયેલ. પીડા ઘણી હતી છતાં સમભાવે સહન કરી. સેવાભાવી નરસિંહ સ્વામી, નેમિ મુનિ તથા સેવા ભાવી વિમળાભાઈ આર્યાજી આદિ ઠાણાઓ સેવા માટે આવી પહોંચ્યા. આઠકોટિના સંતોએ પણ સેવા વગેરેનો લાભ લીધો. રાપરના વનેચંદભાઈ દોશીએ પણ ખૂબ સેવા કરી. લીંબડી સંઘે ક્યાંય કચાશ ન રાખી. સં. ૨૦૨૫માં ચૈત્ર વદિ-૯ ગુરુવારે ૯૧ વર્ષનું આયુષ્ય ભોગવી ૭૫ વર્ષની દીક્ષા પાળી સમાધિભાવે સ્વર્ગવાસ પામ્યા.
'ભારતરત્ન શતાવધાની પંડિતરાજ
શ્રી રત્નચન્દ્રજી સ્વામી |
ચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાનું નાનકડું ગામ ભરોરા. ૭૦૦ની જનસંખ્યા ધરાવતું આ રળિયામણું ગામ બીજા ગામોથી કાંઇક અલગ તરી આવે છે કારણ કે એમાંથી અનેક સંત રત્નો પાક્યા છે. એ પાવન ભૂમિમાં વિ. સં. ૧૯૩૬, વૈશાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org