SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે અણગાર અમારા ૨૪૧ ઉજ્જવળ બનાવવા હૃદયની લાગણીપૂર્વક હિતશિક્ષાઓ અને ભલામણો આપતા. “જ્ઞાનમાં ખૂબ આગળ વધજો. સંસારી વાર્તાલાપમાં બહુ પડવું નહિ હો.” વેપારીને ધન મેળવવા કેટલી તમન્ના હોય છે કે જમવાનો સમય થઈ જાય છતાં ઘડિયાળ સામે જુવે નહિ. તેમ તમે જ્ઞાન મેળવવામાં રત રહેજો. જ્ઞાન એ જ સાચું ધન છે. અપ્રમત્ત ભાવે જ્ઞાન ધ્યાનમાં આગળ વધજો. સેવા ધર્મ: પરમ ાહનો યોગિનામપવ્યયમ્યઃ - ભતૃહિર સેવાધર્મ પરમ ગહન છે જે યોગીઓને જાણવો પણ મુશ્કેલ છે. પૂ. શ્રી મંગળજી સ્વામીના સંઘાડામાં અગિયાર મુનિઓનું ગ્રુપ હતું. તેમાં શ્રી અમીચંદજી સ્વામી આંખે અખમ થઈ ગયા હતા. ડોલીથી વિહાર કરતા હતા અને શુદ્ધિ પણ બહુ ઓછી. આવી પરિસ્થિતિમાં તેમની સંભાળ રાખવા પૂ.શ્રી શામજી સ્વામી કાયમ એમની સાથે રહેતા. તેમનાથી મોટા હોવા છતાં તેમની બધી સેવા પોતે જાતે કરતા. શાસ્ત્રનું સારું જ્ઞાન, તપસ્યા તથા સેવાનો આવો ગુણ કોઈ વિરલામાંજ જોવા મળે. પરંતુ જેણે વીતરાગ દેવના માર્ગને બરાબર જાણ્યો છે તેના માટે આ બધું સહજ થઈ જાય છે. તેને આવું સંયમી જીવન ભારે આનંદદાયક લાગે છે. સાધુ તો ચલતા ભલા ડાઘ ન લાગે કોય પૂજ્ય સાહેબ શ્રી શામજી સ્વામી કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ, મુંબઈ વગેરે પ્રાન્તોમાં વિચર્યા હતા. અજમેર સાધુ સંમેલનમાં તેઓશ્રી પધાર્યા હતા અને તે વર્ષનું ચાતુર્માસ તેમણે બ્યાવરમાં કર્યું હતું. કાંદાવાડી અને ઘાટકોપર એમ બે ચાતુર્માસ મુંબઈમાં કર્યા હતા. સાધુના વિહારથી બે લાભ થાય છે, એક તો પોતે ક્યાંય રાગના બંધનથી બંધાતા નથી તથા ભવ્ય જીવોને તેમના ઉપદેશ અને સત્સંગનો લાભ મળે છે. પૂજ્યશ્રી અજોડ જ્ઞાનપ્રેમી હતા. તેમણે નીચેનાં પુસ્તકોનું સંપાદન કરી સમાજના ચરણે ભેટ આપ્યાં હતા. (૧) જૈન રસિક ગાયનમાળા (૨) મધુર પ્રસાદી (૩) મંગળપોથી (૪) આદર્શ જૈન (૫) જિનેન્દ્ર સ્ત્રોત મંગલમાળા (૬) જૈન સદ્બોધ મંગળમાળા (૭) જિનેન્દ્ર સ્તવન મંગળમાળા (૮) જૈન સ્વાધ્યાય મંગળમાળા (૯) પ્રવચન પ્રભાવના. આવા સમાજોપયોગી પુસ્તકો દ્વારા તેમણે સારી જ્ઞાનપ્રભાવના કરી હતી. છેલ્લે નજર પણ પૂરી પડતી ન હતી. છતાં એક માણસ રોકીને તેઓશ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005211
Book TitleAa Che Anagar Amara
Original Sutra AuthorN/A
AuthorPrakashchandra Swami
PublisherNaval Sahitya Prakashan Mandal
Publication Year2005
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy