________________
આ છે અણગાર અમારા
૨૩૯ શામજીભાઈએ જવાબ આપ્યો, “હવે તો મારી ભાવના ખૂબ જ મજબૂત બની ગઈ છે. આ મતલબી દુનિયાનાં બંધનમાં મારે કોઈ પણ રીતે બંધાવું નથી.”
ઠાણાંગ સૂત્રમાં ચાર પ્રકારના ગોળા બતાવ્યા છે. (એક) લાખનો ગોળો તડકે રાખવાથી તરત જ ઓગળી જાય છે. (એક) મીણનો ગોળો અગ્નિની પાસે રાખવાથી ઓગળી જાય છે. (એક) લાકડાનો ગોળો અગ્નિમાં નાખવાથી ઓગળી જાય છે પરંતુ માટીનો ગોળો અગ્નિમાં નાખવાથી વિશેષ મજબૂત થાય છે. આવી રીતે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે. એકને કોઈ કડવાં વચન સંભળાવે તો તે ધર્મને તજી દે છે. એકને કોઈ ગાળો દે તો તે ધર્મને છોડી દે છે. જ્યારે ચોથા પ્રકારના માટીના ગોળા જેવા જે આત્માઓ હોય છે તેમને જેમ જેમ કષ્ટ આપવામાં આવે છે તેમ વિશેષ દઢ બને છે, તેઓ જરાય ચલિત થતા નથી. શ્રી શામજી ભાઈ પણ માટીના ગોળા જેવા દઢ વૈરાગી હતા.
'દઢ વૈરાગ્યથી અનુમતિ મળી..... આગળ વધતો અભ્યાસ.....
ભાવના તો વડીલ બંધુ મોતીભાઈની પણ હતી પરંતુ પ્રારબ્ધ વિના એ બળતા સંસારમાંથી કોણ બહાર નીકળી શકે ? છેવટે મક્કમ રહેલા શામજીભાઈને સંમતિ મળી અને તેઓ ગુરુમહારાજના શરણે આવ્યા. ગુરુછાયામાં નમ્ર ભાવે રહી ધાર્મિક અભ્યાસને આગળ વધાર્યો. થોડા સમયમાં તેમણે સારો અભ્યાસ કરી લીધો. સંયમી જીવન જીવવા માટેની તાલીમ મેળવી લીધી.
' સંસારમાંથી સંયમી બનતા શામજીભાઈ સંવત ૧૯૫૦ વૈશાખ વદ-૧૦ સોમવારે કચ્છ અંજાર પાસે આવેલા ચંદિયા ગામમાં માત્ર ૧૬ વર્ષની ઉગતી યુવાનીમાં તેમણે ભાગવતી દીક્ષા અંગીકાર
કરી.
આ દીક્ષાનો લ્હાવો ચંદિયાના વતની અચળજીભાઈ માવજીભાઈ મહેતાએ લીધો હતો. લગ્નના લ્હાવા તો સૌ કોઈ લે પરંતુ દીક્ષાનો લ્હાવો તો કોઈ ભાગ્યશાળી જ લઈ શકે. લગ્નના લ્હાવાથી સંસાર વધે છે. જ્યારે સંયમના
લ્હાવાથી સંસાર ઘટે છે. સંયમ અંગીકાર કર્યા પછી તેમનું નામ શામજી સ્વામી રાખવામાં આવ્યું. દશવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છે :
निदं च न बहु मन्नेज्जा, संपहासं विवज्जए। fમો હા િન , સાયક્તિ રમો સયાં છે દ. એ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org